વરસાદ બાદ પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાલો ફાટી નીકળ્યો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં વધારો

516

વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમાં સાદા મેલેરીયા, ઝેરી મેલેરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા વગેરે કેસોમાં વધારો થયો છે. આમ હાલ અમદાવાદીઓ રોગચાળાના ભરડામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. દુષિત પાણી અને અખાદ્ય પદાર્થના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ઓગસ્ટના એક જ અઠવાડિયામાં ૧૫૦ જેટલા દર્દી નોંધાયા છે. જેમાં ઝાડા ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના ૭૦ જેટલા કેસો નોંધાયા છે. જુલાઈમાં ડેન્ગ્યુના કેસમાં ૨૧% વધારો થયો અને ફાલ્સિપેરમના કેસમાં ૪૪%નો વધારો થયો છે.

શહેરમાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ ત્રણચાર ઈંચ વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં મેલેરીયાના ૧૫૦ દર્દીઓ નોંધાયા છે. ગત જુલાઈ માસમાં ઝાડા ઉલ્ટીના ૯૧૧ કેસો, કમળાના ૪૫૩ અને ટાઈફોઈડના ૬૩૯ કેસો અને કોલેરાના ૭ કેસો નોંધાયા છે. જયારે સાદા મેલેરિયાના ૬૫૪, ઝેરી મેલેરિયાના ૨૫, ડેંગ્યુના ૧૦૫ અને ચિકનગુનિયાના ૧૩ કેસો નોંધાયા છે. આમ શહેરમાં રોગચાળો વકર્યો છે અને મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર માત્ર નોટિસો અને દંડ વસુલ કરી સંતોષ માની રહી છે.

Previous articleપાટનગરમાં અકસ્માતો નિવારવા તમામ સર્કલો પર લાઇટ રિફલેક્ટર લગાવવામાં આવશે
Next articleવાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવા જિલ્લાની ૯ શાળાની FRCને દરખાસ્ત