મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળી ભેરલો ટ્રક ભડભડ સળગી ઉઠયો

1004
bhav24-2-2018-1.jpg

મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે સાંજના સુમારે ડુંગળી ભરેલો ટ્રકની કેબીનમાં ગેસ સીલીન્ડર ફાટતા આગનો બનાવ બનવા પામ્યો હતો. બનવા બનતા લોકોના ટોળા અકેઠા થયા હતાં. અને નગરપાલીકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.
બનાવની મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડમાં અરૂણ ટ્રાન્સપોર્ટનો ટ્રક નં. પી.બી. ૧૧, બી.યુ.૮ર૯૮માં ડુંગળી ભરાતી હતી. તે વેળાએ કેબીનમાં ડ્રાઈવર હોય તે નાના ગેસ સીલીન્ડરથી ચા બનાવતો હતો. તે વેળાએ ગેસ સીલીન્ડર ફાટતાં કેબીનમાં આગનો બનાવ બનવાન પામ્યો હોવાનું બનાવ સ્થળેથી જાણવા મળ્યું હતું. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને નગરપાલિકાના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવમાં ટ્રકની કેબીન બળીને ખાક થઈ જવા પામી હતી. આશરે ૩ લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું.
 પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. 
 

Previous article બંદર રોડ VIP નજીક ટ્રકમાંથી તોતીંગ ગીયર માથે પડતા વૃધ્ધનું સ્થળ પર મોત
Next article શહેરમાં ર૦૧૮ મેરેથોનની તડામાર તૈયારી