જમ્મુ કાશ્મીરમાં સાત આત્મઘાતી બોંબરો ઘુસી ગયા : હુમલાનો ભય

360

સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ખતરનાક ઇરાદા સાથે ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના સાતથી વધુ આત્મઘાતી બોંબરો ઘુસી ગયા હોવાના અહેવાલ મળ્યા છે જેથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે.

સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદથી જમ્મુ કાશ્મીરમાં પહેલાથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઇપણ ખતરાને પહોંચી વળવા માટે સુરક્ષા દળો વધારે સજ્જ દેખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો હજુ પણ મોરચા સંભાળી ચુક્યા છે. ત્રાસવાદીઓ કોઇપણ મસ્જિદને ટાર્ગેટ બનાવી શકે છે. મુસ્લિમ દેશોને ઉશ્કેરવાના પ્રયાસ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આતંકવાદીઓની ઘુસણખોરીના અહેવાલ ખુબ જ ચિંતાજનક દેખાઈ રહ્યા છે. જૈશના સાત ત્રાસવાદીઓની ટોળકી બનિહાલના દક્ષિણ અને પીરપંજાલ પહાડી વિસ્તાર મારફતે ઘુસણખોરી કરી ચુકી છે.

આ શખ્સોએ રાજૌરી અને પુંજમાં ઘુસણખોરી કરી હોવાના અહેવાલ મળ્યા છે. ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના સાત આત્મઘાતી ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. આની સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. તમામ શકમંદો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ઘુસણખોરી કરી ગયેલા આત્મઘાતી ત્રાસવાદીઓ સ્વતંત્રતા દિવસના પ્રસંગે મોટા હુમલાને અંજામ આપી શકે છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન જેશના ત્રાસવાદીઓને હુમલા કરવા માટે સુચના આપવામાં આવી છે. જેશના લીડર તરીકે હાલમાં મસુદ અઝહર તરીકે છે. તે પહેલાથી જ વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યો છે. આઇએસઆઇ દ્વારા જેશને કહેવામાં આવ્યુ છે કે તે ભારતમાં હુમલાને અંજામ આપે. વધુને વધુ લોકોના મોત થાય તે રીતે હુમલા કરવા માટે કહેવામાં આવ્યુ છે. સુરક્ષા અધિકારીઓને દહેશત છે કે ત્રાસવાદી કોઇ મસ્જિદને ટાર્ગેટ બનાવી શકે છે. પાકિસ્તાન ભારત પર આરોપ કરી શકે તે માટે આ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી રહ્યી છે. ભારતમાં છ દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. આ કલમની જોગવાઇ હેઠળ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યુ હતુ. જેશ અને અન્ય ત્રાસવાદી સંગઠનો આક્રમક મુડમાં દેખાઇ રહ્યા છે. ત્રાસવાદી સંગઠનો હુમલા કરવાની ફિરાકમાં દેખાઇ રહ્યા છે. કલમ ૩૭૦ની નાબુદી મામલે પાકિસ્તાન વિશ્વ સમુદાય સમક્ષ રજૂઆત કરી રહ્યુ છે પરંતુ તેની વાત કોઇ દેશ સાંભળી રહ્યા નથી. ત્રાસવાદીઓ હાઇ વે પર સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવી શકે છે.  અનંતનાગમાં હાઇવે પર સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવી શકે છે. મસુદ અઝહરના ભાઈ રઉફ દ્વારા પણ જૈશની આતંકવાદી ગતિવિધિને ચલાવવામાં આવી રહી છે.

૧૯૯૯માં ઇન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી ૪૧૪નું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. રઉફે તાજેતરમાં જ રાવલપિંડીમાં આઈએસઆઈના અધિકારી સાથે વાતચીત કરી હતી અને આ ગાળા દરમિયાન ત્રાસવાદી હુમલાને અંજામ આપવાને લઇને ચર્ચા કરી હતી. આત્મઘાતી હુમલાખોરોને જમ્મુ કાશ્મીરમાં મોકલી દેવામાં આવ્યા બાદ આ કુખ્યાત શખ્સ બહાવલપુરમાં જતો રહ્યો હતો.

Previous articleપાકિસ્તાને લડાખ સરહદની નજીક યુદ્ધ વિમાનને ગોઠવ્યા
Next articleકલમ ૩૭૦ને દુર કરવાનો નિર્ણય વિચારીને કરાયો છે