રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કંપનીની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત જીઓ ગીગાફાઈબરના લોન્ચિંગને લઇને કરવામાં આવી હતી. અંબાણીએ એકબાજુ જીઓ ગીગાફાઇબરના પેકેજ અને લોન્ચિંગ ડેટની જાહેરાત કરી હતી. બીજી બાજુ એમઆર અથવા તો મિક્સ્ડ રિયાલીટી, સેટઅપ બોક્સ સહિત અન્ય અનેક જાહેરાતો પણ કરી હતી. મુકેશ અંબાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, જીઓ ગીગાફાઈબરની કોમર્શિયલ લોન્ચિંગ ૫મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે. જીઓ ગીગાફાઈબરના પ્લાનની શરૂઆત ૭૦૦ રૂપિયા સાથે થશે અને આની રેંજ ૧૦૦૦૦ રૂપિયા સુધીની રહેશે. કંપની પાંચમી સપ્ટેમ્બરના દિવસે જ જુદા જુદા પ્લાનની પણ જાહેરાત કરી દેશે. જીઓ ગીગાફાઇબરના સૌથી ઓછા કિંમત વાળા પ્લાનમાં યુઝરોને ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપવામાં આવશે જ્યારે તેના પ્રિમિયમ પેકમાં આ સ્પીડ એક જીબીપીએસ સુધી રહેશે. હજુ સુધી ભારતમાં ફિસ્ક્ડ બ્રોડબેન્ડ કનેક્શનમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૨૬.૪૬ એમબીપીએસ છે જ્યારે અપલોડ સ્પીડ ૨૧.૯૧ એમબીપીએસ છે. રિલાયન્સ જીઓ ગીગાફાઇબરની વાર્ષિક પેકેજ (જીઓ ફોરએવર એન્યુઅલ પ્લાન) લેનાર ગ્રાહકોને એચડી ચાર કે એલઈડી ટેલિવિઝન સેટ અને ચાર કે સેટઅપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. ૭૦૦ રૂપિયાના સૌથી નાના પેકમાં યુઝરને લાઇફટાઈમ ફ્રી વોઇસ કોલ અને હાઈસ્પીડ ઇન્ટરનેટ મળશે. એટલે કે યુઝરને માત્ર ડેટાના પૈસા ચુકવવા પડશે. વોઇસ કોલ ફ્રી રહેશે. જીઓ ગીગાફાઇબર યુઝરને જે સેટઅપ બોક્સ મળશે તેમાં વિડિયો કોન્ફરન્સ કોલની સુવિધા રહેશે. યુઝર આ સેટઅપ બોક્સથી એક વખતમાં મહત્તમ ચાર લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કનેક્ટ થઇ શકે છે. વિડિયો કોન્ફરન્સિંગ ટીવીની સાથે જ મોબાઇલ અને ટેબ્લેટ સાથે પણ કરવામાં આવી શકે છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જીઓ ગીગાફાઇબર ઉપર નવી ફિલ્મો પણ રજૂ કરવામાં આવશે. એટલે કે યુઝર પ્રથમ દિવસે પ્રથમ શોમાં જ ઘેર બેસીને નવી ફિલ્મ જોઈ શકશે. અંબાણીનું કહેવું છે કે, આ સુવિધા વર્ષ ૨૦૨૦ની વચ્ચે શરૂ કરી દેવામાં આવશે. ઘેરબેસીને સિનેમા હોલની મજા લેવા માટે મિક્સ્ડ રિયાલીટી ડિવાઈઝની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ડિવાઈઝના કેટલાક બીજા ફિચર પણ રહેશે. આકાશ અને ઇશા અંબાણીએ મિક્સ્ડ રિયાલીટી (એમઆર) ડિવાઇઝ રજૂ કરીને માહિતી આપી હતી. આને કંપનીની એમઆર લેબમાં ડિઝાઈન કરવામાં સફળતા મળી છે. મિસ્ક્ડ રિયાલીટી એમઆર મનોરંજનના અનુભવને વધુ શાનદાર બનાવશે. જીઓના મિસ્ક્ડ રિયાલીટીનું નામ જીઓ હોલોબોર્ડ રાખવામાં આવશે. ટૂંક સમયમાં જ માર્કેટમાં આનુ વેચાણ કરવામાં આવશે. આને સતત જોવાની સ્થિતિમાં થિયેટર જેવો અનુભવ લોકો લઇ શકશે. મિસ્ક્ડ રિયાલીટીનો ઉપયોગ વર્ચ્યુઅલ શોપિંગ અને એજ્યુકેશનમાં પણ કરી શકાય છે. વર્ચ્યુઅલ શોપિંગનો મતલબ એ છે કે, ઓનલાઈન શોપિંગ દરમિયાન તમે વસ્ત્રોને વર્ચ્યુઅલી પહેરીને જોઈ શકાશે કે આ વસ્ત્રો આપના ઉપર કેવા લાગી રહ્યા છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, રિલાયન્સ જીઓ દુનિયામાં સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે છે.
અમે દર મહિને એક કરોડ નવા કસ્ટમરો જોડી રહ્યા છે. અમે કનેક્ટીવીટીના ચાર એન્જિન શરૂ કરી રહ્યા છે. ગીગાફાઇબરમાં અનેક પ્રિમિયમ ઓટીપી એપ્લિકેશનના સબસ્ક્રીબ્શન મળશે. જીઓ ગીગાફાઇબરના પ્લેટફોર્મ ઉપર પ્રિમિયમ ઓટીપી એપ્લિકેશન આવવાથી યુઝરને સીધીરીતે ફાયદો થશે.
ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો નવી ફિલ્મ ઘેર બેઠા જોવા માટે અનુભવ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કંપનીની વાર્ષિક બેઠકમાં શ્રેણીબદ્ધ જાહેરાતો કરવાની સાથે સાથે કેટલીક મોટી આકર્ષક જાહેરાતો કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, નવી ફિલ્મોને રજૂઆતના દિવસે જ જોઈ શકાશે. જીઓ ગીગાફાઇબર પર નવી ફિલ્મો પણ રજૂ કરવામાં આવશે. એટલે કે યુઝર ફિલ્મના ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોને ઘેર બેઠા જોઈ શકશે. અંબાણીએ કહ્યું હતું કે, આ સુવિધા વર્ષ ૨૦૨૦ની વચ્ચે શરૂ થઇ જશે. ઘેર બેસીને થિયેટરની મજા માણી શકાશે. આના માટે મિસ્ક્ડ રિયાલીટી ડિવાઈઝ પણ લોંચ કરવામાં આવી ચુક્યું છે. આ ડિવાઇઝના અન્ય બીજા લાભ પણ રહેશે. આમા અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. રિલાયન્સ જીઓ ગીગાફાઇબરના વાર્ષિક પેકેજ લેનાર ગ્રાહકોને એચડી ચારકે એલઇડી ટેલિવિઝન સેટ અને ચારકે સેટઅપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. આ ઉપરાંત સેટઅપ બોક્સથી વિડિયો કોલિંગની સુવિધા મળશે.
યુઝરને જે સેટઅપ બોક્સ મળશે તેનાથી એક વખતમાં મહત્તમ ચાર લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કનેક્ટ થઇ શકાશે. વિડિયો કોન્ફરન્સિંગ ટીવીની સાથે ફોન અને ટેબ્લેટથી થશે.
જીઓના સેટઅપ બોક્સમાં વિડિયો કોન્ફરન્સિંગ સુવિધા
રિલાયન્સ જીઓએ ગીગાફાઇબરની સાથે સાથે આજે જીઓ સેટઅપ બોક્સની જાહેરાત પણ કરી હતી. ટેકનોલોજીના મામલામાં વર્તમાન સેટઅપ બોક્સ કરતા જીઓ સેટઅપ બોક્સ ખુબ આગળ છે. આની અનેક ખાસિયત રહેલી છે. આના મારફતે ચાર લોકોની સાથે એક સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાત કરી શકશે. આની સાથે સાથે જીઓએ આને વધુ એડવાન્સ બનાવવા માટે ઓનલાઈન મલ્ટીપ્લેયર ગેમિંગ ફીચર પણ આપવામાં આવી રહ્યા છે. જીઓ ગીગાફાઇબર યુઝર્સને જે સેટઅપ બોક્સ આપશે તેમાં વિડિયો કોન્ફરન્સિંગ કોલની સુવિધા રહેશે. યુઝર આ સેટઅપ બોક્સથી એક વખતમાં મહત્તમ ચાર લોકોની સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કનેક્ટ થઇ શકાશે. સેટઅપ બોક્સ યુઝર્સને શાનદાર ગેમિંગ અનુભવ પણ આપશે. વિડિયો કોન્ફરન્સિંગની જેમ જ ગેમિંગમાં પણ યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારને સામેલ કરી શકશે. આના માટે સેટઅપ બોક્સમાં મલ્ટીપ્લેયર ગેમિંગ ફિચર પણ લગાવવામાં આવ્યા છે. આ કન્સોલ ક્વોલિટી ગેમિંગ સપોર્ટની સાથે આવશે. રિલાયન્સે જીઓ સેટઅપ બોક્સ યુઝર્સને વર્લ્ડક્લાસ ગેમિંગ આપવા માટે દુનિયાભરની ટોપની ગેમિંગ કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી છે જેમાં પબજી મોબાઇલ બનાવનાર ટેનસેન્ટ ગેમ અને માઇક્રોસોફ્ટ ઉપરાંત અનેક કંપનીઓ સામેલ છે. યુઝર્સને તમામ પ્રકારની સુવિધાઓ મળી શકશે.
ગેમ ડેવલપપર્સ પાસેથી મોટી પાર્ટનરશીપ કરવામાં આવી છે. સેટઅપ બોક્સથી વિડિયો કોલિંગની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે જે અતિ આધુનિક રહેશે.