રાજકોટનાં ધો.૯ અને ધો.૭માં ભણતા ભાઈ-બહેને પાણી બચાવવા માટેના પ્રોજેક્ટની હારમાળા સર્જી દીધી છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે. તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે. જે મુજબ વરસાદ આવ્યા બાદ પણ પાણી રન વે પર ટકી શકશે નહીં. તેમજ રન વે પરનું પાણી બચાવી પણ શકાશે. આ માટે ડિઝાઈન તૈયાર થઇ ચૂકી છે અને આગામી સપ્તાહે તેને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. ધો.૯માં અભ્યાસ કરતા નીલ અને ધો.૭માં અભ્યાસ કરતી તેની બહેન વ્રિતિકા રાજાણી બાળ વૈજ્ઞાનિકો છે. બંનેએ પાણી બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ બનાવ્યા છે. વોટર હાર્વેસ્ટિંગ અને વોટર સેવિંગ તે પૈકીનો આ એક છે. આ માટે બંનેને ઘણી સરાહના મળી ચૂકી છે. હવે આ ભાઈ બહેન તેનાથી પણ આગળ ચાલી પ્રદૂષણ અને એરપોર્ટની સમસ્યા પર કામ કરી રહ્યા છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે.
જે મુજબ વરસાદ આવ્યા બાદ પણ પાણી રન વે પર ટકી શકશે નહીં. તેમજ રન વે પરનું પાણી બચાવી પણ શકાશે. આ માટે ડિઝાઈન તૈયાર થઇ ચૂકી છે અને આગામી સપ્તાહે તેને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત હવામાં પ્રદુષણના મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઈડને શોષવા તેમજ યુવી કિરણોની અસર ઉપર બંને ભાઈ-બહેનોએ કામ ચાલુ કરી દીધું છે અને તેના પ્રયોગો કરીને રજૂ કરશે તેમ તેમના પિતા દિપેન રાજાણીએ જણાવ્યું હતું.