રાણપુરમાં તળાવ ફરતે દબાણો હટાવી ફરવા લાયક સ્થળ કે બગીચો બનાવવા લોકમાંગ

595

બોટાદ જીલ્લાનું રાણપુર તાલુકા મથક છે અને ૨૫૦૦૦ હજારની વસ્તી ધરાવતું શહેર છે.૨૫૦૦૦ હજાર લોકો માટે એકપણ બગીચો કે ફરવા લાયક સ્થળ કે વોકીંગ માટે સ્થળ ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.રાણપુરમાં સરકારી દવાખાના પાસે અણીયાળી રોડ ઉપર મોટુ તળાવ છે અને મિનારા મસ્જીદ પાસે પણ મોટુ તળાવ છે.બીજા શહેરોમાં કે ગામડાઓમાં તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે જ્યારે રાણપુરમાં તો ગ્રામ પંચાયત દ્વારા તળાવમાં કચરો નાંખી પુરાણ કરવામાં આવે છે.તો આ બંને તળાવમાં કચરો નાખવાનું અને પુરાણ કરવાનું બંધ કરાવી અને બદલે તળાવો ઊંડા કરાવી તળાવની ફરતે પાળો બાંધી અથવા દિવાલ કરી તળાવ ફરતે અલગ-અલગ વૃક્ષો વાવી લોકો માટે બેસવાના બાંકડા-લાઈટો વગેરે મુકી લોકો માટે સુવિધા વધે તેવુ કરવું જોઈએ.બાળકોને રમત-ગમત હરવાફરવાનું સ્થળ બને તો ભાઈઓ-બહેનો-વૃધ્ધોને રજાના દિવસોમાં અને નિરાંતે ટાઈમ પાસ કરવા કે વોકીંગ માટે છેક રેલ્વે સ્ટેશને જવુ ના પડે.તો સત્તાવાળાઓએ બંને તળાવો ઊંડા કરાવી તળાવ ફરતા થયેલા દબાણો હટાવી તળાવ ફરતે લોકોની સુવિધા માટે બગીચો કે ફરવા લાયક સ્થળ બનાવવા રાણપુરના લોકોની માંગ છે.

Previous articleબોટાદના લાઠીદડ ખાતે  મહિલા કાનુની જાગૃતિ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
Next articleરાજુલા ખાભાં ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી