લોહાણા યુવા સંગઠન – ગાંધીનગર દ્વારા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાયો

842
gandhi2522018-5.jpg

લોહાણા યુવા સંગઠન, ગાંધીનગર દ્વારા સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોના ઋણ સ્વીકારનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ “મંચ એક રંગ અનેક” કાર્યક્રમ તા. ૧૩-૦૨-૨૦૧૮, મંગળવારના રોજ ટાઉનહોલ, ગાંધીનગર ખાતે યોજાઈ ગયો.
આ પ્રસંગે લોહાણા યુવા સંગઠનના ભૂતપૂર્વ પ્રમુખોનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખોએ સંસ્થા સાથેની ગૌરવવંતી પળોને યાદ કરેલ.  ત્યાર બાદ સમાજના બંધુઓ દ્વારા તૈયાર કરાયેલ અનેક સાંસ્કૃતિક કૃતિઓને રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના હોદ્દેદારો તેમજ તાલીમ પ્રશિક્ષકની કઠીન મહેનતના અંતે સર્જન પામેલ આ તમામ કૃતિઓને ઉપસ્થિત સૌએ વખાણી હતી. ભાગ લેનાર તમામને  સૌજન્ય ભેટ આપવામાં આવી હતી. 
કાર્યક્રમમાં સમાજના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને બિરદાવેલ. કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવેલ.
બંને કાર્યક્રમોને સફળ બનાવવા લોહાણા યુવા સંગઠનના હોદ્દેદારો – કાર્યકરો, શ્રી  જલારામ સેવા સમાજ, જલારામ મહિલા મંડળ, જલારામ મંદિર સ્ટાફ, આર્થિક સહયોગ પૂરો પાડનાર દાતાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સમયદાન આપનાર તજજ્ઞો સહિત અનેક લોકોનું યોગદાન રહેવા પામેલ.

Previous article એશિયાનો સૌથી મોટો મેળો ઈન્ડિયાવુડ-૧૮નું બૈેંગલોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજન થશે
Next articleગુરૂકુલની સ્કૂલમાં બાળકોને ફેઈલ કરવા ધમકી અપાયાનો વાલીઓનો આક્ષેપ