વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોબિલ્ટિ દ્વારા બૃહન આયોજન કરાયું. આ આયોજનમાં આસપાસ ગામોમાંથી ૧પ૦ યુવાનો, મહિલાઓ અને વીદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાયો ડાયવર્સિટી અને સિંહ સંરક્ષણ અંગે જાગૃતા લાવવાનો હતો. જે અંતર્ગત પ્રકૃતિ પ્રેમી, સિંહ સંરક્ષણ, ગૌસેવા, પક્ષી ઈલાજ, ચકલીઓના સવર્ધન માટે આમ વિવિધ સેવા આપવા બદલ જેવા કે છનાભાઈ પુનાભાઈ લાખનોતરા, કનુભાઈ એમ. લખનોતરા, રામભાઈ કે લખનોતરા, રાણાભાઈ બી સાંખટ, મનુગીરી ગોસ્વામી, નાનજીભાઈ બી. પરમાર, બાબુભાઈ લાખણોત્રા, મગાભાઈ આર લાખાણોત્રા, દર્શનભાઈ કે લાખાણોત્રા, કાળુભાઈ પી. લાખાણોત્રા વિગેરેને વિવિધ સેવા બદલ રાજુલા વિસ્તારના આરએફઓ દ્વારા આર.ડી. પાઠક દ્વારા સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયા સાથે સાથે શાળાના વિદ્યાર્થી માટે પારિયાવર્ણ અને સિંહ બચાવો વિષય ઉપર ચિત્રા સ્પર્ધા અને વકૃતત્વ સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધા વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં વિજિતા વિદ્યાર્થીઓને પ્રોશાહિત કરાયાં.
આ કાર્યક્રમમાં મુખ્યમ હેમાન તરીકે આરએફઓ આર.વી. પાઠક તથા રાજયગુરૂ અને વનવિભાગ અન્ય કાર્યકરોની ખાસ હાજરી રહે હતી તે ઉપરાંત અલ્ટ્રાટેકના અધિકારી ભરત પટેલ, વિનોદ શ્રીવાસ્તવ, ગિરીજ નાયડુ, બાબુભાઈ લાખનોતરા, ઉપરાંત વાંઢ ગામની માહેલા સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં.