બોટાદ ખાણ ખનિજ વિભાગના દરોડા, ખનિજ ચોરી કરતા ૭ વાહનો જપ્ત કરાયા

705

બોટાદ જિલ્લા ખાણ ખનિજ અધિકારીઓ અને બોટાદ, ગઢડા, રાણપુર તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા જુદી જુદી જગ્યાએ રેતી ચોરી કરાતા હોય તેવી જગ્યાએ રેઈડ પાડતા છ ટ્રેક્ટર અને એક ડમ્પર સહિત ૭ વાહનો જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.  સુત્રો  દ્વારા મળતી  માહિતી મુજબ બોટાદ, રાણપુર  અને ગઢડા તાલુકામા મોટા  પ્રમાણમા  ખનીજ ચોરી થતી હોવાની  બાતમીના આધારે બોટાદ જિલ્લા ખાણખનિજના અધિકારીઓ અને પ્રાંત અધિકારી બોટાદ, પ્રાંત અધિકારી ગઢડા, મામલતદાર રણપુર અને મામલતદાર ગઢડા સહીતના અધિકારીઓ બોટાદ, ગઢડા અને રાણપુરમા વિવિધ જગ્યાએ આકસ્મિત તપાસ હાથ ધરવામા આવી હતી. આ તપાસ દરમિયાન મુ. ગઢીયા ગામ પાસે ભાદર નદીના પટમાંથી બોટા પ્રાંતઅધિકારી બે ટ્રેક્ટર નં. જિ.જે. ૦૮ ડી. ૫૬૯૫ અને ટ્રેક્ટર નં. જી.જી.૩૩,બી.૪૬૬૦ જેનો ડ્રાઈવર મીનાભાઈ દેવાભાઈ અને માલીક મીર દેવાભાઈ પોપટભાઈ રહે. ખારા બોટાદ જ્યારે  બોટાદ અને રાણપુર મામલતદાર દ્વારા રણપુર તાલુકાના રાજપરા ગામમા રેઈડ પાડતા જ્યા બે ટ્રકટર રેતી ચોરી કરતા ઝડપાય ગયા હત્તા જેમા (૧) ટ્રેક્ટર નં.અ જી.જી.૪ સી.એ.૯૦૮૬ માલીક લાલજીભાઈ મોહનભાઈ મેર રહે. ખારામા બોટાદ, (૨) ટ્રેક્ટર નં. જી.જે.૩૩ બી. ૪૯૮૫ માલીક દેહરભાઈ ભીખાભાઈ મીર રહે.બોટાદ. આ ટ્રેક્ટરને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામા આવ્યા હત્તો.  ગઢડા પ્રાંત અધિકારીએ અડતાળા ગામ પાસે થી પસાર થતી ઘેલો નદીમા આકસ્મીક તપાસ કરતા બે ટ્રેક્ટર અને એક ડમ્પર જપ્ત કર્યુ હતું એક ટ્રેક્ટર માલીક વીનુભાઈ ભગવાનભાઈ પટેલ રહે.અડતાળા અને બીજુ ટ્રેક્ટર બીન વારસી હતુ. ડમ્પર નં જી.જે.૧૩ એક્ષ ૯૦૦૭ જેનો ડ્રાઈવર ધીરુભાઈ રહે.લાખણકા તા.ગઢડા અને માલીક રણજીતભાઈ માલા રહે. ગઢડા. આ ટ્રેક્ટર અને ડમ્પર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કાયદેશરની  કાર્યવાહી  હાથ ધરવામા આવી છે.

Previous articleઅલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ વર્ક સીએચઆર દ્વારા સિંહ દિવસની ઉજવણી
Next articleહિરાભાઈ સોલંકીનો પદયાત્રા સંઘ સોમનાથ ખાતે પહોંચ્યો