શિવજીના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો શિવ ઉપાસનામાં લીન બની જતા હોય છે. ખાસ કરીને શિવભ ક્તો અનેક પ્રકારે જપતપ કરી શિવ ઉપાસના કરતા હોય છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે આજુબાજુના ગ્રામ્ય પંથક ઉપરાંત દુર દુરના શહેરોમાંથી પગપાળા ચાલીને દર્શનાર્થે ભાવિકો આવી રહ્યા છે. ભાજપના માજી સંસદીય સચિવ અને કોળી સમાજના નેતા હિરાભાઈ સોલંકી જાફરાબાદથી સોમનાથ મહાદેવ મંદિર સુધી ૧૩પ કી.મી. પગપાળા ચાલીને સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતાં. ત્રણ દિવસની પગપાળા યાત્રામાં હિરાભાઈસોલંકી સાથે કોળી સમુદાયના સેકડો લોકો જોડાયા હતાં. હિરાભાઈ સોલંકીએ કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા જે ૩૭૦ની કલમ નાબુદ કરી તેની ખુશીમાં અને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યાનું જણાવેલ.
જેમાં માર્કેટયાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલની ટમી પગપાળા મહોત્સવમાં રાજુલા જાફરાબાદ આગેવાનો ચેતનભાઈ શિયાળ, વિરેન્દ્રસિંહ જાડેજા મનુભાઈ વાંજા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, સરમણભાઈ બારૈયા, પુનાભાઈ ભીલ, વિજાણંદભાઈ વાઘેલા, છગનભાઈ મકવાણા, ચંદુભાઈ મીતીયાળા, દનેશદાદા, કનુભાઈ વરૂ, નાગેશ્રી હરેશભાઈ મકવાણા, ગોવિંદભાઈ કંથારીયા, તેમજ રાજુલાથી રવુભાઈ ખુમાણ તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ, વિરભદ્રભાઈ ડાભીયા, કનુભાઈ ધાખડા સહિત બન્ને તાલુકાના પ૦૦થી વધુ દરેક જ્ઞાતિ આગેવાનો રાષ્ટ્રની શાન ફોઝી જવાનો માટે પદયાત્રા અને ધ્વજા આરોહણ મહોત્સવમાં ભાગ લીધો હતો.