તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આવેલા તીર્થ સ્થળ જાળનાથ મહાદેવ ખાતે સતત ૪૧ વર્ષે રામચરિતમાનસ જ્ઞાનયજ્ઞ પારાયણનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે પુરાતનિ ગણાતા આ ધર્મ સ્થળે પ્રતિવર્ષ શ્રાવણ માસમાં વિદ્વાન વક્તા લોક સંત રામકૃષ્ણ શાસ્ત્રીજી કુંઢેલીવાળા ના વ્યાસાસને સંગીતમય રામકથા યોજાય છે. ચાલુ વર્ષે પણ આ ૪૧ વર્ષે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ સ્થાને આ વર્ષે પણ આગામી તારીખ ૨૦ /૮/ ૨૦૧૯ ને મંગળવારના રોજ સાંજના ૫ઃ૦૦ કથાનો પ્રારંભ થશે. પૂર્ણાહુતિ તારીખ ૨૮ ને બુધવારે બપોરના થશે.
કથા દરમિયાન દાનગીગેવ આશ્રમ સણોસરા ના મહંત નીરૂબાપુ, શિહોર મોંઘીબા જગ્યાના મહંત જીણારામ બાપુ, વાંકિયા હનુમાનજી જગ્યા મહંત રવુંબાપુ તેમજ બગદાણા ગુરૂ આશ્રમના ટ્રસ્ટીઓ સહિતના સંતો-મહંતો પધારશે. અંબિકા આશ્રમ ના પીઠાંધીંશ પૂ. રમજૂબાપુ ની પ્રેરણા થી થયેલા આયોજન માટે ગ્રામજનો, કાર્યકરો આ ધાર્મિક કાર્યક્રમની સફળતા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. નવા સાંગણા ગામે આવેલા પ્રસિદ્ધ સ્થળે એક જ વક્તા દ્વારા એક જ વ્યાસપીઠ અને એક જ સ્થળે સતત ૪૧મો વર્ષે રામ કથાનો પ્રારંભ થશે. સૌને કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.