પાલીતાણા બહારપરા વિસ્તારમાં આવેલ પાલીતાણા તાલુકા સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો છઠ્ઠો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા તાલુકા સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ મંડળના ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાથી ભાઈઓ/ બહેનોને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો, દાતાઓ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ છઠ્ઠા ઇનામ વિતરણ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વિદ્યાથીઓ ,રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ/ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.