ભાવનગર શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી પડી રહેલા વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં આવેલા જર્જરીત મકાનો અને તેનો કેટલાક ભાગ પડવાના બનાવો દરરોજ બની રહ્યા છે. ગઈકાલે નવાપરા મહિલા પો.સ્ટે.ની સાથેના ભાગ-આવેેલું બે માળનું જર્જરીત મકાન રાત્રીના સમયે ધારાશાયી થયું હતું. જયારે આજે સાંજના સુમારે શહેરના વડવા વિસ્તારમાં દુધવાળી શેરીમાં આવેલ જુાવણી આસ્તિક બિલ્ડીંગ તરીકે ઓળખાતા ત્રણ માળના મકાનની વચ્ચેના માળથી ગેલેરી-કઠોડો સહિતનો ભાગ અચાનક તુટી પડ્યો હતો. અને કાટમાળ નીચે પડ્યો હતો સદનસીબે એ સમયે નીચે કોઈ ન હોય ઈજા કે નુકશાની થવા પામી ન હતી.