રવિવારે સવારના શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રવેચીધામથી ઘોઘા જકાતનાકા તરફ જતા રીંગ રોડના ડીવાઈડરમાં ગુલાબી તથા જાંબલી કલરના ફુલવાળા પ૧ વૃક્ષોનું વૃક્ષારોપણ શહેરની લોકપ્રિય કંપની દાસ પેંડાવાળાના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા નાખવામાં આવ્યા હતાં. આ રોડના ડિવાઈડરમાં ગ્રીનસીટી દ્વારા કુલ ર૦૦ વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા જ સમયમાં આ ડિવાઈડરમાં અમરજયોતિ શાળાના બાળકોના હસ્તે ર૦૦ બોગમ વેલનું વૃક્ષારોપણ થનાર છે. આમ આ રોડની સુંદરતા થોડા જ સમયમાં વધી જશે તેમ દેવેનભાઈએ જણાવ્ય્ હતું. આ વૃક્ષારોપણની વેળાએ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ દાસ પેંડાવાળા બૈજુભાઈનો આભાર માનતા જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા દરમિયાન દાસ પેંડાવાળાનું વૃક્ષારોપણ માટે મોટા પાયે સૌજન્ય પ્રાપ્ત થાય છે. અને ભાવનગરને હરીયાળુુ બનાવવા માટે દાસ પેંડાવાળાનું ઘણુ જ યોગદાન છે. થોડા જ સમય પહેલા દાસ પેંડાવાળાના સૌજન્યથી એસ.ટી.બ સ સ્ટેન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષારોપણ દાસ પેંડાવાળા બૈજુભાઈ અને તેના સમગ્ર પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ ઉપરાંત કમલેશભાઈ શેઠ, જયંતભાઈ મહેતા, અલકાબેન મહેતા ઝેક ઝાલા, અબ્બનસ, પરેશ શાહ હાજર રહ્યા હતાં.