મુસ્લિમ બીરાદરોના પવિત્ર ઈદ-ઉલ-અઝહાની સમગ્ર ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજે સોમવારે વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ શહેર-જિલ્લાની તમામ મસ્જીદો અને ઈદગાહોમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી, તેમજ કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબરો પર ફુલ ચડાવી, ફાતીહા પઢી ખાીસ દુઆઓ કરી હતી. આજે વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં ભારે રોનક જોવા મળી હતી તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ જુદી-જુદી મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોભમાં ભારે રોનક જોવા મળી હતી. તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ જુદી-જુદી મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવાયો હતો.
મસ્લિમ બિરાદરોના ઈદ-ઉલ-અઝહાના તહેવારને ઈંદે ઈદહા, ઈદદુ-દોહા, બકરી ઈદ, કુર્બાનીની ઈદ પણ કહેવામાં આવે છે. આ ઈદને મહાન પયગમ્બર હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામ અનેત ેમના વ્હાલા પુત્ર હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.
ઈસ્લામી ઝીલ્હજનો મહિનો મુબારક મહિનો છે. આ મુબારક મહિનામાં અલ્લાહના ખલીલ (મિત્ર) હઝરત ઈબ્રાહિમ અલયહિસ્સલામે પોતાના વહાલસોયા પુત્ર હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામને રાહે-હકમાં કુરબાન કરી દેવાનો દ્રઢ અને અફર નિશ્ચય કર્યો હતો. અને હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામ પણ રાજી-ખુશીથી જરા પણ અચકાયા કે સંકોચ વીના પોતાના પ્રાણ અલ્લાહાની રાહમાં કુરબાની કરી દેવાને તત્પર બની ગયા હતાં. તેમની યાદમાં ઈદ-ઉલ-અઝહા વિશ્વના મુસ્લિમ બિરાદરો મનાવી રહ્યા છે. ઝિલહિજ્જહ (બકરી ઈદ)નો મહિનો ઘણો જ પવિત્ર અને બરકતવાળો મહિનો છે. આ માસની ૧ઢમી તારીખે ઈદ-ઉલ-અઝહાની ઉઝવણી કરવામાં આવી છે.
જિલ્લા જેલમાં ઈદ-ઉલ-અઝહાની કેદી ભાઈઓએ નમાઝ અદા કરી
મુસ્લિમ બિરાદરોના સૌથ્ મોટા તહેવાર ઈદ-ઉલ-અઝહા નિમિત્તે આજે સોમવારે ભાવનગર જિલ્લા જેલની અંદર તમામ બંદીવાન (કેદી ભાઈઓએ) ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે હઝરત મૌલાના નાફિસખાન ઈદ્રીશખાને આ ઈદનું અને આજના દિવસનું મહત્વ્ સમજાવી કેદી ભાઈઓને ઈદની નમાઝ પઢાવી હતી. આ પ્રસંગે પુર્વનગરસેવક શબ્બીરભાઈ ખલાણી, કાળુભાઈ બેલીમ, એમ.આઈ.સોલંકી, રજાક કુરેશી, ભાવનગર જિલ્લા જેલ અધિક્ષક જે.આર.તરાલ, જેલર આર.બી. મકવાણા, સુબેદાર જેન્તીભાઈ પ્રજાપતી, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.