ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટને ૨૦૨૮ ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયાસમાં લાગી ગયું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટના નિયમ બનાવનારી ઇન્ટરનેશનલ કમિટી મેરીલબોર્ન ક્રિકેટ ક્લબના ચેરમેન માઇક ગેટિંગે આ વાતનો ખુલાસો કર્યો છે. ગેટિંગે આ વાત આ સપ્તાહમાં આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહને તરફથી કહેલી વાતનો હવાલો આપતા કહી.
ગેટિંગે કહ્યું કે, અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ એ વાતને લઈ ખૂબ આશાવાદી છે કે ક્રિકેટને ૨૦૨૮ ઓલિમ્પિક રમતોમાં સ્થાનળ મળી શકે છે. તેની પર તેઓ મજબૂતથી કામ કરી રહ્યા છે. તે વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે મોટી વાત હશે.
ગેટિંગે કહ્યું કે, તે માત્ર બે સપ્તાહની વાત હશે ન કે સમગ્ર મહિનાની. તેથી આ એ ટૂર્નામેન્ટ્સમાંથી હશે, જેમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં જ ઘોષણા કરવામાં આવી હતી કે મહિલા ક્રિકેટને ૨૦૨૨માં યોજાનારી બર્મિંઘમ રાષ્ટ્રમંડળ રમતોમાં સામેલ કરવામાં આવશે. ગેટિંગે કહ્યું કે આવનારા સપ્તાહોમાં એ વાતની પુષ્ટિ થઈ જશે.
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન માઇક ગેટિંગે કહ્યું કે, મને લાગે છે કે કાલે કે એક-બે દિવસમાં તેની વિશે નિવેદન આવી જશે કે મહિલા ક્રિકેટર એજબેસ્ટનમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોમાં સામેલ કરશે કે નહીં. તેને આશા છે કે આ મામલામાં મંજૂરી મળી જશે, જે શાનદાર હશે.