રાજુલા જાફરાબાદ નગરપાલીકાના મહિલા પ્રમુખપદ માટે કોની માથે જવાબદારી સોપવા નિર્ણાયક બેઠકોનો ધમધમાટ શરૂ. રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પદે આજે કોણ લાયક હશે તેનો ફેસલો થશે પણ આજે તમામ જીતેલા ઉમેદવારોને બોલાવી સર્વ સંમંતિથી હિરાભાઈ સોલંકીના માર્ગદર્શન મુજબ અને ચેતનભાઈ શિયાળ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાની જહેમત અને જાફરાબાદની જનતાનો પ્રેમ મળવાથી ભાજપ ફાળે બિનહરીફ સમરસ બને છે. અઢી વર્ષ માટે પ્રથમ મહિલા પ્રમુખના નિયમ અનુસાર સેન્સ લેવા ગયેલ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલીયા, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ જીલ્લામંત્રી ચેતનભાઈ શિયાળ જાફરાબાદ ભાજપના પ્રભારી દિલીપભાઈ જોષીએ પ્રમુખ પદના સબબ દાવેદાર ચૂંટાયેલા ર૮ ભાજપના સદસ્યોમાંથી સરમણભાઈ બારૈયા લગભગ નિશ્ચિત થશે તેવુ ચિત્ર સર્વ સંમતિ હોય તેવું દેખાય રહ્યું છે.