માથાના વાળ ધોળા થાય છે ? નવી શોધોની છે વણજારા છતાં સફળતા ઓછીને આશા છે ઘણી

548

યે બોલ ધુપમે સફેદ નહી હુએ… અમુક ઉંમરે કુદરતી ક્રમ પ્રમાણે વાળ સફેદ થાય છે. ઉપરાંત આનુવાંશિક (વારસાગત) કારોણને લીધે નાની ઉંમરે કેટલાકના વાળ સફેદ થવા માડે છે.  બીજા કેટલાકં કારણોથી પણ વાળ સફેદ થવા માંડે છે. ત્યારે બેબાકળા બનીને યુવાનો લેભાગુઓની જેાહરાતોથી ભરમાઈને ભરમડાની જેમ ચકકર ચકકર ફરતાં રહીને પૈસા, શક્તિ અને સમય બગાડે છે. ઉંમર તથા આનુવાંશિક પરિબળો આપણાં હાથની વાત નથી. પરંતુ જે પરિબળો આપણાં હાથમાં છે તેનેક ાબુમાં રાખીને ધોળા વાળની કાળી પ્રક્રિયા કંઈક અંશે અટકાવી શકાય.

(૧) શરીરમાં યોગ્ય માત્રામાં ઝિંક, કેલ્શીયમ તથા વિટામિન બી કોમ્પલેક્ષ મળી રહે તે માટે રોજ ફળફળાદી, લીલા શાકભાજી, દુધ, અનાજ વિગેરે લેવાં. સુકમેવો થોડા પ્રમાણમાં પણ ઉપયોગી નિવ્ડી શકે. (ર) લોહીમાં રતાશ ઓછી હોય એટલે કે હેમોગ્લોબીનના ટકા ઓછા હોય તો તેની સારવાર જરૂર કરાવવી. (૩) થાયરોઈડ નામની ગ્રંથીની ગરબડ હોય તો પણ વાળ સફેદ થવાની સંભાવના વધે છે. જેને માટે નિષ્ણાંતને બતાવવું. (૪) શરીરનું વજન સપ્રમાણ રહે તે માટે સમતોલ આહાર લેવો. (પ) વાળ કોરા રાખવાની કુટેવ છોડવી. (૬) વારંવાર સાબુની બ્રાંડ ન બદલવી. હલકી કવોીટીનો સાબુ ન વાપરવો. વધુ પડતાં શેમ્પુ, હલકા શેમ્પુ તથા વધારે પડતો સાબુનો ઉપયોગ ટાળવો. (૭) માથામાં નાખવાનું તેલ સારી ગુણવત્તાવાળું વાપરવું. બને ત્યાં સુધી બ્રાંડ બદલવી નહીં. (૮) હેર ડાયનો ઉપયોગ કદી ન કરવો. (૯) ઉપરોકત ઉપાયો કરવા છતાં ફાયદો ન થાય તો નિષ્ણાંતન સલાહ લઈ સારવાર પુરેપુરી કરાવવી. ખાસ નોંધ :- લેભાગુની જાહેરાતો, નોન કવોલીફાઈડ, સડકછાપ, કહેવાતા ડોકટરોની પ્રપંચ જાળથી તથા ખોટી લોભામણી જાહેરાતોથી સાવધાનરહેવું જરૂરી છે.

સફેદ વાળને કાળા કરવા માટે ઘણા સંશોધનો થતાં રહે છે. કેટલીક દવાઓને આમાં સફળતા મળી છે, પરંતુ ભયંકર આડઅસર (જેવી કે બ્લડપ્રેસર વધી જવું વગેરે)ને કારણે આ દવા વપરાતી નથી.

કાયમી ધોરણે વાળ કાળા કરવા માટે કાળા કાથાનો માનવી (કેટલાક) ધોળા માથાનાં પણ) નવા નવા સંશોધનો કર્યે જ જાય છે. તાજેતરમાં તબીબોએ વાળના કોષોને મેલેનીન રંજિન કરવાની પધ્ધતિ વિકસાવી છે. મેલેનીન વાળને કાળો રંગ આપવા માટે કારણભૂત છે. વાળના મૂળમાં પેદા થતાં આ રંગદ્રવ્યકણોને સ્ટીફકોનોર નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા છે. જેના વડે સફેદ કે ભુખરા કે ઝાંખા વાળમાં રહેલ નિષ્િ્‌ક્રય રંગકણોને ફરીવાર પ્રવૃતિશીલ કરી શકાય છે. જો કે આ બધુ પ્રાયોગિક ધોરણે છે. હજુ સર્વસંમતિ નથી સધાઈ. માટે બહુ ઉત્સાહમાં આવી ન જશો. કારણ કે જીલી ક્રાઉપર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે વયસ્કો જો તે વાપરશે તો તેનો દેખાવ વિચિત્ર જઈ જશે. જો કે કાળ વાળ બનાવવાનું કાર્ય કરનાર હજુ તો નિરાશ નથી થયાં. ડો. ડેસમેન્ડ ટોબી જે પોતે હેર બાયોલોજીસ્ટ એટલે કે જીવશાસ્ત્રમાં માત્ર વાળ વિષે જ સંશોધન કરનારા નિષ્ણાંત છે.ત ેઓએ આ ક્ષેત્રે જાપાનના ઉદ્યોગપતિના સહકારથી ટુંક સમયમાં રંગકોષો, જે વાળને કાળા બનાવે તેવું દ્રાવણ તૈયાર કરવામાં સફળ મેળવી છે.  મેલેનોસાઈટ દ્રવ્ય વાળને કાળાશ આપવા માટે કારણભૂત છે. તેનું સર્વેક્ષણ ડો. ડેસમેન્સ ટોબીએ કરેલ છે. લંડનના ચામડીના નિષ્ણાંત ડો. ડેવિડ ફેન્ટોએ ડો. ડેસમેન્ડ ટોબીની શોધને ઘણું મહત્વ આપ્યું છે.  જો કે આનુવાંશિક એટલે કે વારસાગત તત્વ જે કુદરતે મુકેલ છે.ત ેની સામે સફેદ વાળ કાળા કરવા માટે નિષ્ણાંતોના પણ વાળ સફેદ થઈ જાય તો નવાઈ નહીં..!!!  પછી તો એજ આશ્વાસન જે શાયરે આપ્યું છે તે વાંચવું રહ્યું :

સબક લે, ઈબાદત કા તેરે બાલોકની સફેદી સે,  ઓઢા હૈ કફન જીતેજી બુઢાપેને તેરી નવજવાની કા

મતલબ કે સફેદ વાળ થાય ત્યારે અન્ય કોઈ માથાકુટ કર્યા વિના ઈબાદત (ભક્તિ)માં શક્તિ વાપરવી અને કોઈ દાદા કહીને બોલાવે તો તુરંત બેટા કહી આર્શીવાદ આપી દેવા…. કે જા બચ્ચા તેરે બાલોકા કાલાપન બના રહે.

મેદકાય (ઓબેસીટી) અને જીવલેણ રોગો

(૧) હૃદયરોગ (ર) હાયપરટેન્શન (લોહીનું ઉંચુ દબાણ) એટલે કે હાઈ બી.પી., (૩) ડાયાબિટીસ તથા (૪) મેદકાય (ઓબેસીટી) આ ચાર ઘાતક રોગો છે. હાર્ટ એટેકને જાયન્ટ કીલર (મહાન હત્યારો) તરીકે, હાય બી.પી.ને સાયલન્ટ કીલર તરીકે તથા ડાયાબિટીસને સ્વીટ કીલર તરીકે ઓળખવાય છે. મેદસ્વી શરીર આ રોગો માટેનું એક અગત્યનું જવાબદાર પરિબળ છે. આ ચાર રોગો એક બીજા સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ડબલીન (આર્યલેન્ડ)માં ગંભીર રોગોનો સામનો કરવાં વિશ્વભરના નિષ્ણાંતોની પરિષદ મળેલી હતી. ભારત તરફથી ડો. રેડીએ તેમાં પ્રતિનિધિત્વ કરેલ હતું. તેમાં ઉપરોકત ચાર મહારોગો તેમાય મેદસ્વી શરીરને ગંભીર લેખાયું હતું. અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે દેશોમાં મેદકાય શરીરવાળાનું પ્રમાણ ઘણું વધુ હોય છે.ત ેથી તેને લગતા અને મેદમાંથી પરિણમતા ઉપરોકત ત્રણ રોગો ઉપરાંત અન્ય ઘણાં રોગો જેવા કે સાંધાના, ફેફસાના, ચામડી વગેરેના અનેક વ્યાધિઓ થાય છે. મેદાનું પ્રમાણ ૧૦ થી ૧પ ટકા ઘટાડાય તો ઉપરોકત ત્રણ મહારોગોનું પ્રમાણ ઘણે અંશે અટકાવી શકાય, તેમ ઈંગ્લેન્ડના ડો.ન કિોલ્સન ફીનરે જણાવેલ. મેદ ઘટાડવાની દવા, ઔષધ વગેરેના શોર્ટકટને બદલે આહાર નિયમન, (સમજપુર્વકનું) તથા યોગ્ય વ્યાયામ (નિયમિતપણે) પર ભાર મુકવામાં આવેલ છે. ફરીથી યાદ આપવીએ કે શોર્ટ કટ ઈઝ થ્રોટ કટ

 

Previous articleકોંગ્રેસ :નેતૃત્વનો શૂન્યાવકાશ
Next articleસ્કાઉટ-ગાઈડ દ્વારા દેશભક્તિ કૃતિ