દામનગરના ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વડા સહિતના પોલીસ પરિવારનું ભવ્ય બહુમાન અમરેલી ભાવનગર જિલ્લાના અનેકો પોલીસ સ્ટેશનમાં લૂંટ ચોરી ધાડના અસંખ્ય ગુનાઓ કરતી ખતરનાક ગેંગના ત્રણ આરોપીઓની ઝડપી કાયદાનું જ્ઞાનભાન કરાવતી પોલીસથી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવારનું બહુમાન ધામેલ ખાતે કરાયેલ. ડેપ્યુટી મોણપરા, પીએસઆઈ ગોસાઈ, દામનગર વંડા લેડી પીએસઆઈ કણસાગરા, રાઈટર ભુજદાન ગઢવી, પોપટલાલ હેડ ક્રો પૃથ્વીરાજસિંહ ગોહિલ, રમેશભાઈ સીસરા, ભાવેશભાઈ દવે, હે.કો. ભરતદાનભાઈ ગઢવી, પી.એમ. કલાવડીયા, પરશુરામબાપુ મોહનભાઈ કટારા સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવારનું ભવ્ય બહુમાન કરતા ધામેલના અગ્રણીઓ ભોલાશેઠ, રામજીભાઈ ઈસામલિયા, નરેશભાઈ ડોંડા, મુકેશભાઈ ડોંડા, મધુભાઈ કકડીયા, મધુભાઈ ચિતળીયા સહિત ગ્રામ્ય વિસ્તારોના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો દ્વારા ડેપ્યુટી મોણપરાનું વિશિષ્ઠ સન્માન કરાયું હતું. પોલીસની સતર્કતાથી સરાહના કરતા અનેકો વક્તાઓ દ્વારા ગ્રામ્ય વિસતારોમાં કાયદો વ્યવસ્થા અંગે પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ અને પ્રજા એક મેકના પુરક બની સંભવિત ગુનાઓ અને આવા અતિ ખતરનાક ગુના કરતા આરોપીઓ વિરૂધ્ધ તત્પરતા દાખવી તે અંગે પોલીસ પરિવાર અમરેલી ડીવીઝનના મોણપરાએ બિરદાવી હતી. ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સભ્યો જાહેર જીવનના કાર્યકર્તાઓ દ્વારા ડેપ્યુટી ઓફ અમરેલી ડિવિઝનની કામગીરીથી ખુશ થઈ પોલીસ પરિવારનું ભવ્ય બહુમાન કરી સરાહના કરી હતી.