તક્ષશિલા એજયુક.ેશન ઈન્સ્ટીયુટ ખાતે ૧૦ ઓગષ્ટ, ર૦૧૯ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ. સંસ્થા ખાતે અભ્યાસ કરતાં ધોરણ ૮ થી ૧ર વિદ્યાર્થીઓ સિંહના મોહરા પહેરીને કાળિયાબીડ વિસ્તારમાં રેલી સ્વરૂપે નિકળ્યા હતાં. તેમજ સંસ્થાના પટાંગણમાં વીદાર્થીઓ પાસે સિંહોના સંરક્ષણ માટે સંકલ્પ કરાવવામાં આવેલ સાથે વિદ્યાર્થી માટે ગુજરાત સરકારના વન્ય પ્રાણી વિભાગ- સાસણ ગીર દ્વારા ગીરના સિંહો પર બનાવવામાં આવેલી ડોકયુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શનની સાથે વિદ્યાર્થીઓને ગુજરાતમાં સિંહોની વસ્તી, તેના વિસ્તારો, સ્વભાવ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.