રાજુલાથી સોમનાથ સુધીની ૧૦૦મી વખત પદયાત્રા કરનાર શિવભક્તનું સન્માન કરાયું

410

રાજુલાના વેપારી અને એકદમ સિંગલ બોડી ધરાવતા માત્ર ૪પ કિગ્રાનો વજન ધરાવતા શિવભક્તનું બહુમાન કરાયું હતું. અને રાજુલાનું ગૌરવ વધાર્યુ હતું.  રાજુલાના શિવભક્ત દિપક શાહ ઉર્ફે ઠેકેદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી શ્રાવણ મહિનામાં ૪ સોમવાર શિવરાત્રી સહિતના પર્વોમાં સોમનાથ સુધીની પદયાત્રા કરી ગત સોમવારે રેકોડ્‌બ્રેક ૧૦૦મી પદયાત્રા કરતા તેનું બહુમાન કરાયું હતું. ધ્વજારોહણનું વિધિવત પુજન સાથે હીરાભાઈના પરિવાર ચેતનભાઈ શિયાળ સરમણભાઈ બારૈયા સહિત સોમનાથ ટ્રસ્ટ  તેમજ જાફરાબાદથી ચાલીને પદયાત્રા કરનાર પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને હાલના ધારાસભ્ય અમરીશ ડેર સહિતના મહાનુભાવો દ્વારા બહુમાન કરાયું હતું.

Previous articleતક્ષશિલા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
Next articleભાલ પંથકમાં વરસાદી હોનારતમાં તલાટીમંત્રીઓ રાહત સેવામાં રહ્યા