મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનૂની દિવસની ઉજવણી કરાઈ

635

મહિલા સશક્તિકરણ પખવાડિયાના બારમાં દિવસે મહિલા કાનૂની દિવસની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મીટીંગ હોલ, બહુમાળીભવન, ભાવનગર ખાતે યોજાઇ હતી. જેમાં કે.વી. કાતરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી,ભાવનગર. આર.કે.જાખણીયા, અને શ્રી એસ,એ,રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી, ભાવનગર. ઈલાબેન ગોસ્વામી, ડીસ્ટીક પ્રોગામ ઓફિસર, મહિલા સામખ્ય સોસાયટી. નિમિષાબેન જોશી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, મહિલા સામખ્ય સોસાયટી ઉપસ્થિત રહ્યા હતા.

આજ રોજ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જેમાં મહિલા શક્તિ કેન્દ્ર, ભાવનગર  મહિલા કલ્યાણ અધિકારી અને જિલ્લા કો-ઓર્ડીનેટર વન સ્ટોપ સેન્ટર, ભાવનગરથી એડમિનિસ્ટ્રેટર, પોલીસ બેઇઝ્‌ડ સપોર્ટ સેન્ટર ભાવનગર, અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ભાવનગરના કાઉન્સેલર હાજર રહ્યા હતા, તેમજ મહિલા સામખ્ય સોસાયટી ભાવનગરના કર્મચારી તેમજ મહિલા સામખ્યના વિવિધ જીૐય્ ના ૧૦૬ બહેનો જોડાયા હતા.ઉપસ્થિત તમામ મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ કાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા અને બહેનોના હિતાર્થે ચાલતા વિવિધ કેન્દ્રો જેવા કે મહિલા શક્તિ કેન્દ્ર ભાવનગર, ઓએસસી ભાવનગર, પીબીએસસી ભાવનગર  અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ભાવનગરના કેન્દ્રના હેતુ તેમજ કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આર.કે.જાખણીયા  દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિષે માહિતી આપવામાં આવી હતી  તેમજ  કે.વી. કાતરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ભાવનગર દ્વારા મહિલા સશક્તિકરણ એટલે શું? તે વિષયને આવરી લઈ વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, વાજપેયી બેંકબલ યોજના, વિષે રસપ્રદ માહિતી આપી હતી. ઈલાબેન ગોસ્વામી  દ્વારા મહિલા સામખ્ય સોસાયટી વિષે માહિતી આપી. એસ.એ.રાઠોડ  દ્વારા બહેનોને લગતા કાયદા વિષે માહિતી આપવામાં આવી હતી.

Previous articleચિત્રા જીઆઈડીસીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત
Next articleઈસ્કોન નારી નીડરતા સેમિનાર