ભાવનગર ઈસ્કોન કલબ અને મહિલા સંગઠન દ્વારા ઈસ્કોન કલબ ખાતે તા. ૧રને સોમવારના રોજ નારી નીડરતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મુખ્ય મહેમાન ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહેલ જયારે મુખ્ય વકતા નલિનીબેન જાડેજા (કાનુની તજજ્ઞ) અને અજયસિંહ જાડેજા (માઈન્ડ ટ્રેનર)એ મહિલાઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.