ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોશ્યશન દ્વારા ૧૧ઓગસ્ટ ૧૯૯૭ ના રોજ કરેલી હડતાળ ની યાદ માં દર વર્ષે ૧૧ ઓગસ્ટ ના રોજ “પાવર ડે” મનાવવા માં આવે છે. એ હડતાળ ના કારણે અને ત્યાર પછી ના અવિરત સંઘર્ષ ના પરિણામ સ્વરૂપ સ્ટેશન માસ્ટર્સ કેટેગરી ને ઘણા લાભ મળ્યા છે.
આ વર્ષે ૧૧ અને ૧૨ ઓગસ્ટ ના રોજ રજા હોવા થી ૧૩ ઓગસ્ટ,ના રોજ કેન્દ્રીય કારીકારીણી ના નિર્દેશ અનુસાર દેશના ૬૮ રેલવે ડીવીઝન માં લાંબા સમય થી પડતર સ્થાનિક માંગણીઓ, જેમ કે સપ્તાહ માં બે જ નાઈટ ડ્યૂટી નું રોસ્ટર લાગુ કરવું, રેલવે બોર્ડ ના આદેશનુસાર ૫ થી વધુ નોન ઇન્ટરલોક ફાટક હોય ત્યાં સ્ટેશન માસ્ટર ની અતિરિક્ત પોસ્ટ આપવી, સ્ટેશન માસ્ટર ઑફિસ માં એર કુલર-એટેચ ટોયલેટ-આર ઓ પ્લાન્ટ પ્રદાન કરવા, સારા રેલવે ક્વાર્ટર આપવા, રેલવે નું ખાનગીકરણ થતું અટકાવવું, ૧૨ કલાક નું અમાનવીય રોસ્ટર હટાવવું… જેવી માંગણીઓ પ્રત્યે રેલ પ્રશાસન નું ધ્યાન આકર્ષિત કરવા, ડિવિઝન ઓફિસ ની સામે ધરણા નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.