આજ રોજ સિહોર શહેર ભાજપ દ્વારા સિહોર ના વોર્ડ.નં.૬ પ્રસિધ્ધ પ્રગટેશ્વર મહાદેવ ના મેળામાં સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત પ્રાથમીક સદસ્યતા અભિયાન ચલાવવા માટે આજ વિસ્તાર ના કાર્યકર્તા આશિષભાઇ પરમાર , કિશનસિંહ સોલંકી,કિશન ત્રિવેદી ના જહેમત થી સદસ્યતા નોંધણી કરવામાં આવી. જેમાં જીલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ નંદિનીબેન ભટ્ટ,સિહોર શહેર ભાજપ પુર્વ પ્રમુખ રાકેશભાઇ છેલાણા,શહેર પ્રમુખ શંકરમલ કોકરા,સિહોર નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી,શહેર પુર્વ મહામંત્રી ઘનશ્યામભાઇ પરમાર, શ્રેણિકભાઇ શાહ,ટાઉનપ્લાનીંગ ચેરમેન વિક્રમભાઇ નકુમ,યુવા મોરચા મહામંત્રી પાર્થભાઇ વ્યાસ પ્રદેશ કા.સદસ્ય અનિલભાઇ ગોહિલ,અમૃભાઈ રાઠોડ, વલ્લભભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાણા,માનસંગભાઇ ચાવડા વગેરે આગેવાને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાથે જોડાયા હતા.