ભારત સામે આફ્રિકાની ટેસ્ટ અને ટ્‌વેન્ટી ટીમની જાહેરાત

459

સપ્ટેમ્બર મહિનામાં ભારત સામે રમાનારી ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના નવા કેપ્ટન તરીકે ડીકોકની પસંદગી કરવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી આ શ્રેણીને લઇને ખુબ જ ઉત્સુકતા દેખાઈ રહી છે. આ ટીમમાં ડુપ્લેસીસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દક્ષિણ આફ્રિકાએ હાલમાં જ ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપમાં ખુબ કંગાળ દેખાવ કર્યો હતો અને શરૂઆતના તબક્કામાં જ આફ્રિકાની ટીમ ફેંકાઈ ગઈ હતી જેથી દક્ષિણ આફ્રિકન ટીમમાં ધરખમ ફેરફારો કરવામાં આવી ચુક્યા છે. ડુપ્લેસીસનો સમાવેશ ટ્‌વેન્ટી શ્રેણી માટે કરવામાં આવ્યો નથી પરંતુ ટેસ્ટ મેચોમાં ડુ પ્લેસીસ ટીમનું નેતૃત્વ કરનાર છે. ડપ્લેસીસ દક્ષિણ આફ્રિકન ટેસ્ટ સિરિઝમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. ટેસ્ટ સિરિઝ બાદ ટ્‌વેન્ટી મેચો રમાશે. આફ્રિકાની ટીમમાં અનેક ફેરફારો મોટાપાયે કરવામાં આવ્યા છે. ટીમની જાહેરાત કરતા પસંદગીકારોએ કહ્યું છે કે, વ્હાઇટ બોલના ક્રિકેટમાં ડુપ્લેસીસની ભૂમિકા નિર્ણાયક રાખવામાં આવશે જ્યારે ટ્‌વેન્ટી ટીમમાં ડી કોકના ડેપ્યુટી તરીકેની ભૂમિકામાં ડુસેન રહેશે. ટ્‌વેન્ટી મેચોની શ્રેણીથી ઘણી બધી તક મળનાર છે. ટી-૨૦ વર્લ્ડકપ આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે નવા નવા પ્રયાગો કરવાના બદલે એક મજબૂત ટીમ પસંદ કરવામાં આવી રહી છે. ટી-૨૦ વર્લ્ડકપ આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય રહી ગયો છે. ટ્‌વેન્ટી વર્લ્ડકપ પહેલા વ્યવસ્થિત ટીમ તૈયાર કરવાની તક રહેલી છે. પીઢ ઝડપી બોલર ડેલ સ્ટેઇન ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્ત થઇ ચુક્યો છે પરંતુ ટી-૨૦ શ્રેણીમાં પણ તેની પસંદગી કરવામાં આવી નથી. તેની અવગણના કરવામાં આવી ચુકી છે. સ્ટેઇનની પસંદગી કરવામાં ન આવતા તમામ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સ્થાનિક પત્રકારો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ટેઇનની બાદબાકી ખુબ જ વિવાદાસ્પદ નિર્ણય તરીકે છે. સ્ટેઇનની પસંદગી ટીમમાં કરવાની જરૂર હતી. જો કે, લાંબા ગાળાના આયોજનને ધ્યાનમાં લઇને તેની પસંદગી કરવામાં આવી નથી. ટી-૨૦ અને ટેસ્ટ ટીમમાં ત્રણ નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવી ચુક્યો છે. ભારત સામેની આ શ્રેણી આફ્રિકા માટે ખુબ જ પડકારરુપ બની રહે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા ક્રિકેટના પસંદગીકારો પૈકીના ટોપના લોકોએ કહ્યું છે કે, ટ્‌વેન્ટી ક્રિકેટ અને વનડે ક્રિકેટ તેમજ ટેસ્ટ ટીમને અલગ અલગ રીતે રાખવા ઉપર કામ થઇ રહ્યું છે. ટેસ્ટ ટીમ અને ટ્‌વેન્ટી ટીમ નીચે મુજબ છે.  ટેસ્ટ ટીમ : ડુપ્લેસીસ (કેપ્ટન), બાઉમા (વાઈસ કેપ્ટન), ડે બ્રુયન, ડીકોક, ડીન એલ્ગર, હમઝા, કેશવ મહારાજ, મારક્રમ, મુથ્થુસ્વામી, લુંગીગીડી, નોરજે, ફિલાન્ડર, પીડટ, રબાડા, રુડી સેકન્ડ, ટી-૨૦ ટીમ : ડિકોક (કેપ્ટન), ડુસાન (વાઇસ કેપ્ટન), બાઉમા, જુનિયર ડાલા, ફોર્ટિન, હેન્ડરિક્સ, રિઝા હેન્ડરિક્સ, ડેવિડ મિલર, નોર્જે, ફેલુકવાયો, રબાડા, શામ્સી, જ્હોન સ્મટ

Previous articleયુએસ ઓપન : સિંગલ્સમાં નહીં રમવાનો મરેનો નિર્ણય
Next articleગૈરી કર્સ્ટનની ‘ધ હંડ્રેડ લીગ’ માટે કાર્ડિફની પુરુષ ટીમના કોચ તરીકે નિમણુક