ભારતના ભૂતપૂર્વ કોચ ગૈરી કર્સ્ટનને આગામી વર્ષે થનારી ’ધ હંડ્રેડ લીગ’ માટે કાર્ડિફની પુરુષ ટીમના કોચ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન ગૈરી કર્સ્ટનના માર્ગદર્શનમાં ભારતે ૨૦૧૧ માં વર્લ્ડ કપ જીત્યો હા,તો અને તે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમથી પણ જોડાઈ રહ્યા. તે બીગ બેશમાં હોબાર્ટ હરિકેન્સના પણ ભાગ રહ્યા છે.
એક ક્રિકેટ વેબસાઈટે ગૈરી કર્સ્ટનના સંદર્ભથી જણાવ્યું છે કે, ’આ પહેલા હું ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ સાથે કોચિંગના દ્રષ્ટિકોણથી સંકળાયેલ નથી. આ તક મળવી અને કાર્ડિફ જવું શાનદાર છે.’ આ નવું પ્રારૂપ છે અને આશા કરુ છુ કે, તે ઘણું આગળ વધશે.’
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને છેલ્લા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપનું ટાઈટલ જીતાડનાર મેથ્યુ મોટ કાર્ડિફની મહિલા ટીમની કોચ હશે. આઠ ટીમોની આ નવી લીગની ૨૦૨૦ માં જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે રમાવવાની આશા છે. આ લીગમાં ૧૦૦ બોલની મેચ હશે જેમાં ૧૦ બોલની ઓવર હશે. આ લીગમાં ખેલાડી એલબીડબલ્યુ આઉટ આપવામાં આવશે નહીં.