ભારતનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા માંગે છે

545

ભારતનાં ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યા ટીમ માટે તમામ ફોર્મેટમાં રમવા માંગે છે. કૃણાલ પંડ્યા વેસ્ટ ઇન્ડીઝમાં તાજેતરમાં સમાપ્ત થયેલી ટી -૨૦ શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. કૃણાલ પંડ્યાનું કહેવું છે કે તે માત્ર એક જ ફોર્મેટના રમવા માંગતો નથી, પરંતુ તેનું લક્ષ્ય રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતનો મહત્વપૂર્ણ ખેલાડી બનવાનું છે. હાર્દિક પંડ્યાના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન વિજેતા ટીમનો મહત્વનો ખેલાડી છે. કૃણાલ પંડ્યાએ કહ્યું, ‘તેઓ એવા ખેલાડી બનવા નથી માંગતા જે માત્ર એક જ ફોર્મેટના રાજા હોય, તેના બદલે, તેઓ દરેક ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બનવા માંગે છે. વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી શ્રેણીએ મારામાં આત્મવિશ્વાસ પેદા કર્યો છે. આ આ સિઝનની મારી પ્રથમ સિરીઝ હતી અને વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની સામે સારો દેખાવ કરવામાં તે હંમેશાં મદદગાર છે. મેં છેલ્લાં બે વર્ષમાં ભારત-એ તરફથી વનડે મેચ રમી છે અને તેનાથી મને વિશ્વાસ મળ્યો છે કે હું પડકારનો સામનો કરી શકું છું. એક વર્ષ પછી, ટી-૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો છે. ક્રુણાલ આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવા માંગે છે પરંતુ તે પહેલા તેનું ધ્યાન આગામી શ્રેણીમાં ટીમમાં સ્થાન બનાવવા પર રહેશે. કૃણાલે કહ્યું, ‘મારું સપનું છે કે આવતા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવું, પરંતુ દરેક પ્રદર્શન મહત્વનું છે. જો હું સારું કામ કરતો રહીશ તો આગળનો ટી-૨૦ વર્લ્ડ કપ રમવાનું લક્ષ્ય જાતે જ પૂર્ણ થશે.

Previous articleગૈરી કર્સ્ટનની ‘ધ હંડ્રેડ લીગ’ માટે કાર્ડિફની પુરુષ ટીમના કોચ તરીકે નિમણુક
Next articleવિદ્યા બાલન ઐતિહાસિક  ફિલ્મોમાં ભૂમિકા નહીં કરે