વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સિંગલ્સમાં નહીં રમવાનો નિર્ણય એન્ડી મરે દ્વારા કરવામાં આવ્યો છે. આની સાથે જ ઇંગ્લેન્ડના ચાહકોને મોટો ફટકો પડી ગયો છે. છેલ્લા ઘણા સમયથી સર્જરી કરાવવામાં આવ્યા બાદ તે હાલમાં જ છેલ્લી મેચમાં હારી ગયો હતો. સિનસિનાટી માસ્ટર્સમાં સર્જરી બાદ પરત ફરેલા એન્ડી મરેનો દેખાવ નબળો રહ્યો હતો. જાન્યુઆરી બાદ પ્રથમ વખત સિંગલ્સ મેચ રમી રહેલા એન્ડી મરેની તેના હરિફ ખેલાડી રિચર્ડ ગ્રાસગેટ સામે ૬-૪, ૬-૪થી હાર થઇ હતી. એન્ડી મરેએ જાહેરાત કરી છે કે, વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમમાં પુરુષોના ડ્રોમાં તેને વાઇલ્ડ કાર્ડ મારફતે પ્રવેશ આપવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે આ ઓફર ફગાવી ચુક્યો છે. જો કે, એન્ડી મરેએ કહ્યું છે કે, બે સપ્તાહમાં ફ્લુસિંગમેડો ખાતે રમાનારી યુએસ ઓપનમાં ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં રમવા માટે તે ઇચ્છુક છે. તેનું એમ પણ કહેવું છે કે, રિકવરીને લઇને તે હજુ આશાવાદી બનેલો છે પરંતુ તેનો દેખાવ ખુબ નબળો દેખાઈ રહ્યો છે. સર્જરી કરાવ્યા બાદ પોતાની પ્રથમ મેચ રમતા એન્ડી મરે દ્વારા જોરદાર શરૂઆત કરવામાં આવી ન હતી પરંતુ મેચમાં મોડેથી જોરદાર દેખાવ કર્યો હતો. બીજી બાજુ મહિલાઓના વર્ગમાં મારિયા શારાપોવાનો દેખાવ શાનદાર ચાલી રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, યુએસ ઓપન ટેનિસમાં રમવા માટે શારાપોવા ઉત્સુક બનેલી છે. તેનું કહેવું છે કે, વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમમાં જોરદાર દેખાવ માટે તે ઇચ્છુક બનેલી છે. યુએસ ઓપન પહેલા હાલમાં જ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ યોજાઈ ચુકી છે જેમાં પુરુષોના વર્ગમાં નોવાક જોકોવિકે ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી જ્યારે મહિલાઓના વર્ગમાં પણ નવી વિજેતા ઉભરીને સપાટી ઉપર આવી હતી. આ વખતે યુએસ ઓપનમાં અનેક સ્ટાર ખેલાડી રમશે નહીં.