સિહોર તાલુકા ના બેકડી ગામે વાડી વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન માં છેલ્લા ૧૫ વર્ષથી ઝુપડા માં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારના ઝુપડામાં કોઈ કારણોસર લાગેલી આગમાં પરિવારનો તમામ માલસામાન સળગી જતા પરિવાર સાવ કંગાળ થઇ ગયો છે.
નીચે જમીન ઉપર આસમાન જેવી સ્થિતિ માં મુકાયેલો આ પરિવાર પોતાના અને બાળકો ના ગુજારા માટે સહાય ની માંગ કરી રહ્યો છે ગરીબ આદમી થોડું થોડું ભેગું કરે જયારે કુદરતની એક થપાટ તેનું બધું જ એક ઝાટકે તાણી જાય આવા અનેક કિસ્સાઓ આજદિન સુધીમાં બન્યા છે.ત્યારે આવો વધુ એક કિસ્સો સિહોર તાલુકા ના બેકડી ગામે બનવા પામ્યો છે.
બેકડી ગામના વાડી વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન માં છેલ્લા ૧૫ વર્ષથી ઝુપડું બાંધી અને મજુરી કામ કરતા ભીખાભાઈ બચુભાઈ પરમાર તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે ત્યાં રહે છે. મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતા અને બાળકો માટે થોડું થોડું બચાવી અભ્યાસ કરાવતા ભીખાભાઈ અને તેની પત્ની મજુરી કામે બહાર ગયા હોય અને તેના બાળકો શાળાએ ગયા હોય ત્યારે તેની ઝુપડીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઝુપડીમાં આગ લાગતા તેમાં રહેલી તમામ ઘરવકરી તેમજ કપડા-બાળકો ના ચોપડા,સાયકલ,રોકડા રૂપિયા વગેરે બળી ને ખાખ થઇ ગયા હતા. આ સમયે ભીખાભાઈ નો સૌથી નાનો દીકરો સ્કુલે થી પરત ફરતા તેણે ઘરમાં આગ લાગેલી જોતા તેને ત્યાં વાસણો માં રહેલા પાણી વડે આગ બુઝાવવા નો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો તેમજ તેના બકરા ને પણ બચાવવા નો પ્રયાસ કર્યો હતો જેમાં ૬ થી ૭ બકરા આગ ના કારણે ઝાડી માં જતા રહેતા અને તેમાં પણ આગ પ્રસરી જતા બહાર નીકળી ના શકતા જીવતા જ ભૂંજાઈ ગયા હતા જેથી આ બાબતે પોતાના પિતાને જાણ કરતા તે ત્યાં દોડી ગયા હતા પરંતુ તેની વર્ષોની મહેનત એકજ ઝાટકે આગમાં ખાક થઇ હતા તે સાવ નિરાશ અને દુખી થઇ ગયા હતા અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેમ નીશાસો ઉપર આભ નીચે જમીન જેવી સ્થિતિ વચ્ચે લાચાર બની ગયા હતા.આગમાં અનાજના દાણા -ગોદડા-વસં અને રોકડ રકમ પણ ખાખ થઇ જતા પરિવાર ને શું ખાવું-ક્યાં સુવું અને શું પહેરવું તે સવાલ થઇ પડ્યો છે.તે સાવ કંગાળ થઇ ગયા હોય ત્યારે તે સ્થાનિક નેતાઓ-સંસ્થાઓ કે સરકાર પાસે મદદ ની માંગ કરી રહ્યા છે જેથી તેના બાળકો શાળા એ જઈ શકે ,પોતાનું પેટ ભરી શકે.પોતાના બાળકો માટે ના સ્કુલ યુનિફોર્મ અને રોકડ પણ આ આગમાં ખાક થઇ ગયા છે આ પરિવાર હવે કોઈ સહાયની રાહ જોઈ રહ્યો છે .તેની આંખના આંસુ જ બતાવે છે કે આ આગમાં તેને કેટલું ગુમાવ્યું છે અને શું બચ્યું છે.