સાઉથ સુપરસ્ટાર વિજયની ઉદારતા, ૪૦૦ ક્રુ મેમ્બરને સોનાની વીંટી ગિફ્ટ કરી

1051

સાઉથ ફિલ્મોનાં સુપરસ્ટાર ગણાતા હીરો જોસેફ વિજય ચંદ્રશેખર હાલ એક વાતને લઈ ચર્ચામાં છે. તેનું કારણ છે ફિલ્મનાં ક્રુ મેમ્બરને આપેલી એક ખાસ ગિફ્ટ. હતું એવું કે વિજયે પોતાની અપકમિંગ ફિલ્મ બગિલનાં ૪૦૦ લોકોની ક્રુ ટીમને સોનાની વીંટી ગિફ્ટમાં આપી છે.

વિજયનાં આ ખાસ કામની જાણ ત્યારે થઈ કે જ્યારે ફિલ્મનાં બધા સભ્યોએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં. એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિજય એક એક કરીને બધા સભ્યોને વીંટી પહેરાવી રહ્યો છે. ત્યારબાદ જે શખ્સ આ વીડિયો ઉતારી રહ્યો છે એ પણ પોતાનાં હાથમાં સોનાની વીંટી બતાવે છે કે જે તેને વિજયે પહેરાવી હતી. આ વીંટી પર ફિલ્મનું નામ બગિલ લખેલું છે. જાણકારી પ્રમાણે વિજયે ફિલ્મની પુરી ટીમનો આભાર માનવા માટે આ પ્રકારની ખાસ ગિફ્ટ આપી છે. જ્યારે ફિલ્મનું શુટિંગ પુરુ થયું ત્યારે વિજયે આ પ્રકારને બધાને સોનાની વીંટી ગિફ્ટ કરી હતી. બધા માટે આ એક પ્રકારનું સરપ્રાઈઝ હતું.

Previous articleજેક્લીન ગ્લેમર ભૂમિકા સુધી મર્યાદિત રહેવા તૈયાર નથી જ
Next articleતીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૩૫૩ પોઇન્ટ ઉછળીને આખરે બંધ થયો