ડોલર સામે રૂપિયામાં ટૂંકમાં ઉથલપાથલ રહેવાના સંકેતો

390

ચીનની કરન્સી યુઆનમાં મુવમેન્ટ અને આર્જેન્ટીનાના કરન્સી પેસોમાં એક ટ્રેડિંગ સેશનમાં રેકોર્ડ ઘટાડો થયા બાદ ઉભરતા માર્કેટથી પૈસા પરત જવાની દહેશત દેખાઈ રહી છે. રૂપિયામાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગયા મહિનામાં ગોલ્ડ આયાતમાં એકાએક વધારો થયા બાદથી તહેવારની સિઝનથી પહેલા રૂપિયામાં નબળાઈ આવી શકે છે. ક્રૂડની કિંમત ઓછી હોવાથી તથા સ્થાનિક શેરબજારમાં રચનાત્મક માહોલ રહેવાના કારણે આજે શરૂઆતમાં જ રૂપિયો છ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મંગળવારના દિવસે ડોલર સામે રૂપિયો ૬૨ પૈસા ઘટીને ૭૧.૪૦ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. બ્લુમબર્ગ ઇન્ડેક્સ આ મહિનાની શરૂઆતથી ૨૨૭ બેઝિક પોઇન્ટ સુધી સુધરી ચુક્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવારના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે તે પોતાના કેમિકલ બિઝનેસ પૈકી ૨૦ ટકા હિસ્સાને સાઉદી અરામ્કોને વેચી દેશે. આનાથી સાઉદી અરેબની તેલ કંપની પાસેથી આશરે ૧૫ અબજ ડોલર મળવાની શક્યતા છે. અલબત્ત આ પ્રકારની અવધિમાં આ પ્રકારના ઇન્ફ્લોના સંદર્ભમાં વિગતવાર માહિતી મળી શકી નથી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં ૨૪૩૦૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. આ આંકડો નેશનલ ડિપોઝિટરી પાસેથી મળ્યો છે. આગામી થોડાક સપ્તાહ સુધી ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૨-૭૦ની રેંજમાં રહી શકે છે. આર્જેન્ટીનાના પેસોમાં સોમવારના દિવસે ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે ડોલરની સરખામણીમાં ૬૦ના રેકોર્ડ નિચલા સ્તર પર પહોંચી ગયો હતો. અહીંથી ભીષણ આર્થિક સંકટની સ્થિતિ દેખાઈ રહી છે જે ઉભરતા માર્કેટ માટે તકલીફ ઉભી કરી શકે છે.

Previous articleતીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૩૫૩ પોઇન્ટ ઉછળીને આખરે બંધ થયો
Next articleજવાહરલાલ નેહરુએ પ્રથમ વાર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો