અમદાવાદની પ્રખ્યાત બ્રાન્ડ ધ ગ્રાન્ડ ભગવતીની બેકરી શ્ કાફેમાં કોફીમાંથી ક્રશ થયેલાં વંદા નીકળ્યાં છે. ટીજીબીની વસ્ત્રાપુરમાં આવેલા સરદાર સેન્ટર બ્રાંચમાં મંગળવારે મોડી સાંજે પત્રકાર દંપતી કોફી પીવા ગયું હતું ત્યારે આ ઘટના સામે આવી છે. જે અંગે કાફેના મેનેજરે આ ભુલ સ્વીકારી માણસોથી ભુલ થઈ ગઈ એવો બચાવ કર્યો હતો.
કાફેમાં જનાર મહિલાએ કહ્યું કે ‘રસ્તા પર મળતી કોફી ગંદી હશે એવું માની આપણે સારી બ્રાન્ડના સ્ટોરમાં જતાં હોય છીએ પણ મંગળવારે મારી સાથે એવી ઘટના બની કે અમે કોફી અને કેક મંગાવી હતી. મેં થોડી કોફી પીધા પછી મને લાગ્યું કંઈક ખરાબ છે તો તરત જ જોયું ત્યાં કોફીમાંથી ક્રશ થયેલાં વંદાના અવશેષો મળ્યા. જ્યારે એક કેકમાંથી મરેલાં મચ્છરો પણ દેખાયાં છે.’
આ ઘટના બાદ ટીજીબી કાફેના મેનેજરે ગ્રાહકના હાથમાંથી કોફી લઈ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો. કે જેથી સમગ્ર મામલો દબાવી શકાય પરંતુ એવું શક્ય બન્યું ન હતું. પાણીપુરી વાળાઓને એપ્રોન અને હાથ મોજા ન પહેર્યા હોય તો તાત્કાલિક દંડ કરનારા એએમસીના અધિકારીઓ હાલ ક્યાં ખોવાઈ ગયા છે.
શું મોટી બ્રાન્ડને કોઈ પણ વસ્તુ ખરાબ ખવડાવી દે તો પણ એક્શન નહીં લેવાનું એવું અધિકારીઓએ પ્રણ લીધું હોય તેવું આ ઘટના બાદ દેખાઈ રહ્યું છે.