ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીપી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) નાં વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ યોજાઇ ગઈ.વિદ્યાર્થીઓનાં અભ્યાસની સાથે-સાથે કોર્પોરેટ જગત નો પ્રાયોગિક અનુભવ થાય એ હેતુથી કોર્પોરેટની મુલાકાત તેમજ તાલીમ અને ત્યારબાદ જોબ પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કોલેજ સતત કરતી રહે છે.તેમજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ-જગત સાથે સતત તાદાત્મ્ય જાળવી રાખે છે. બીબીઍ નાં વિદ્યાર્થીઓ ની ઉપરોક્ત પ્રતિષ્ઠિત કંપની માં મુલાકાત યોજાઇ. વિદ્યાર્થીઓ માટે મુલાકાત બાબતે કોલેજ દ્વારા વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવા માં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ને વિઝિટ બાબતે યોગ્ય સભાનતા કેળવાય.
વિદ્યાર્થીઓની મુલાકાત બાબતે એચ.આર.અનેમાર્કેટિંગ વિભાગ ની ટીમ દ્વારા સુંદર સહયોગ સાંપડ્યો હતો. વિદ્યાર્થીઓ ને લેસર કટિંગ તેમજ બનાવવા ની પદ્ધતિ બતાવવા માં આવી હતી. ત્યારબાદ ઓડિટોરિયમમાં તમામ વિદ્યાર્થીઓ ને કંપની ના માર્કેટિંગ વિભાગ ના અધિકારીઓ દ્વારા તલસ્પર્શી માહિતી આપવા માંઆવી હતી. અને કંપની જે ક્ષેત્ર માં વ્યવસાય કરી રહી છે. તેનો ખ્યાલ આવ્યો હતો. કંપની સતત નવું સંશોધન તેમજ વિકાસ કરી રહી છે. જેનો વિદ્યાર્થીઓ ને ખ્યાલ આપવા માં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ને ગ્રાહકલક્ષી અનેક બાબતો જાણવા મળી. અને કંપની ને જે પડકારો નો સામનો કરવો પડ્યો હતો તે પણ વિદ્યાર્થીઓ ને જાણવા મળ્યું હતું. કંપની સૉફ્ટવેરથી વહીવટી કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ના સુગમતા યુક્ત કાર્ય ને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યું હતું. અને વિકાસ-મૂલ્યાંકનની પદ્ધતિ સમજાવી હતી. અને અંતમાં કંપની દ્વારા કરવા માં આવેલ કંપનીની સામાજિક જવાબદારીઑ બાબતે પણ વિદ્યાર્થીઓ ને જણાવ્યુ હતું. તેમજ કંપની વિષેની ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ ને આપવા માં આવી હતી.જેમાં માર્કેટ, ઇન્સટ્રુમેંટ, એડમિનિસ્ટ્રેશન, બેકઓફીસ, આઈ.ટી. વિભાગ, પ્રોડક્શન વિભાગ, માર્કેટ વિભાગ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કૉલેજ તરફથી કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડૉ.રમાકાન્ત પૃષ્ટિ ના માર્ગદર્શન હેઠળ ટ્રૅનિંગ અને પ્લેસમેંટના હેડ ડૉ.જયેશ.જે.તન્ના અને ડો.પ્રજ્ઞેશ નવલખા તેમજ પ્રો. શીતલ પટેલ દ્વારા સંકલન કરવા માં આવ્યું હતું.