રાષ્ટ્રપતિનું સંબોધન : કલમ-૩૭૦ની નાબૂદી જમ્મુ-કાશ્મીર માટે વિકાસના દરવાજા ખોલશે

408

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, “૭૩મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સૌને મારા હાર્દિક અભિનંદન. ભારત માતાના તમામ બાળકો માટે ’સ્વતંત્રતા દિવસ’ એક લાગણીશીલ દિવસ છે, આપણી આઝાદીના લડવૈયાઓના બલિદાન અને સંઘર્ષને ક્યારેય નહીં ભુલીએ.” રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે તાજેતરમાં જે નિર્ણય લેવાયો છે તેનાથી ત્યાંના રહેવાસીઓને ઘણો જ ફાયદો થશે.

Previous articleચુસ્ત સલામતી સાથે આજે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે
Next articleબાલાકોટ એરસ્ટ્રાઇકમાં સામેલ પાંચ પાયલોટને વીરતા પુરસ્કાર