મોદી કોઇ નવી ઘોષણા કરી શકે : દેશવાસી ખુબ ઉત્સુક

568

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત બીજી વખત તેમની સરકાર પ્રચંડ બહુમતિ સાથે આવ્યા બાદ પ્રથમ સંબોધન કરનાર છે. મોદી કોઇ નવી જાહેરાત કરશે કે કેમ તેને લઇને ભારે ઉત્સુકતા છે. દર સ્વતંત્રતા દિવસે મોદી કોઇ નવી પહેલ કરે છે જેથી આ વખતે ઉત્સુકતા વધી ગઇ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ તેમના સંબોધનમાં આ બાબતનો ઉલ્લેખ વિસ્તારપૂર્વક રહેશે પરંતુ અન્ય બાબતો પણ રજૂ કરનાર છે.  જેમાં કેટલીક નવી લોકલક્ષી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રચંડ બહુમતિ સાથે સરકાર સતત બીજી વખત આવ્યા બાદ મોદી આ પ્રસંગે દેશના લોકોને સંબોધતા શ્રેણીબદ્ધ નવી સામાજિક સેક્ટરની સ્કીમ જાહેર કરે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ મોદી સ્વચ્છતા ઝુંબેશને વધારે તીવ્ર કરવા પર ભાર મુકશે. જાણકાર નિષ્ણાંતો પણ તેના પર નજર રાખી રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે મોદી  પ્રવર્તમાન સામાજિક સેક્ટરની જુદી-જુદી સ્કિમોની જાહેરાત કરી શકે છે અથવા તો નવી જાહેરાતો પણ કરી શકે છે. જે નવી સ્કીમમો જાહેર કરવામાં આવી શકે છે.

વડાપ્રધાન ઐતિહાસિક લાલ કિલ્લા પરથી  આ વખતે યુવાનો માટે કેટલીક ખાસ પહેલ કરી શકે છે. સાથે સાથે ખેડુત સમુદાય માટેપણ કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે. વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ જમ્મુ કાશ્મીરના સંબંધમાં પણ કોઇ ખાસ વાત કરી શકે છે. બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પોતે પણ હાલમાં લોકો પાસેથી સ્વંતત્રતા દિવસે ક્યાં મુદ્દા ઉઠવા જોઇએ તે અંગે અભિપ્રાય માગ્યાં હતા. લોકો તેમના અભિપ્રાય જુદા જુદા વિષયો પર આપી ચુક્યા છે. હવે આવતીકાલે વડાપ્રધાન ક્યા મુદ્દા ઉઠાવે છે તે બાબત પર તમામની નજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કરવા જઇ રહ્યા છે ત્યારે મોદી આ વખતે ફાઈનાન્સિયલ ઇન્ક્લુશનના મુદ્દા ઉપર વાત કરે તેવી શક્યતા છે. જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલીક સુવિધાઓની જાહેરાત પણ થઇ શકે છે. ૩૨ કરોડથી વધુ જનધન ખાતા ધારકોના સંદર્ભમાં કોઇ મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. સરકારની ફાઈનાન્સિયલ ઇન્ક્લુશન ઝુંબેશને પ્રોત્સાહન આપવા કોઇ નવી જાહેરાત થઇ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા શ્રેણીબદ્ધ નવી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં કિસાન સન્માન નિધી યોજનાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય જાહેરાતો પણ કરવામાં આવી હતી. આ તમામ યોજનાને યોગ્ય રીતે અમલી કરવા પર ભાર મુકવામાં આવી શકે છે.સુચન આમંત્રણ કરવાની બાબત સ્વાગતરૂપ રહી છે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં હાલ લાગુ અંકુશો આજથી હળવા થશે
Next articleઆજે રક્ષાબંધન : માત્ર દોરાનું બંધન નહિં પણ બહેની ભાઇ પ્રત્યે, શુભેચ્છાઓનું પ્રતીક