ધંધુકા શહેરને પાણી પુરવઠો પુરો પાડતી વર્ષો જુની ટાંકી ભયજનક

630

ધંધુકા શહેરના ટાવરચોકમાં વર્ષો પહેલા બનેલી ઓવરહેડ પાણીની ટાંકીન ગરની પાણી પુરવઠાની વ્યવસ્થાનું હાર્દ છે. પરંતુ આ ટાંકી વર્ષો જુની હોવાથી હવે ભયજનક વર્તાઈ રહી છે. ટાંકીના કેટલાયે ભાગોમાં પ્લાસ્ટરના પોડાઓ ખરેલા દેખાઈ રહ્યા છે. ટાંકીની બીલકુલ બાજુમાં જ બે પ્રાથમિક શાળાઓ આવેલી છે. વળી રહેણાંકના મકાનો તથા પ્રસિધધ ગણપતિ દાદાનું મંદીર પણ આવેલું છે. ત્યારે અમદાવાદના બોપલમાં ઓવરહેડ ટાંકી પડવાની દુર્ઘટના બાદ ધંધુકા નગરપાલિકાનું તંત્ર આ ભયજનક દેખાતી ટાંકી કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પુર્વે જ તેનો યોગ્ય નિકાલ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

ધંધુકા શહેરને પાણી પુરવઠો પુરો પાડતી ટાવરચોકમાં ગણપતિ મંદિર, બે પ્રાથમિક શાળાઓ અને ગીચ જગ્યામાં રહેણાંકના મકાનોની વચ્ચે જ આવેલી છે. આ ટાંકી થકી શહેરની જનતાને પાણી પુરવઠો વિતરીત કરવામાં આવે છે. ટાંકી બન્યાના વર્ષો થવાથી પાછલા કેટલાક સમયથી ટાંકીન કેટલાક ભાગોમાં પોડાઓ ખરી પડ્યા છે. વળી ટાંકી પર પડવાના દાદરા પણ જર્જરિત થઈને તુટી ગયા છે. અને અનેક જગ્યાઓએ તિરાડો પર દેખાય છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદના પોલમાં આવી જ એક જુની ઓવરહેડ ટાંકી અચાનક તુટી પડવાથી મોટી હોનારત સર્જાઈ હતી. તો સ્થાનિકો આ ટાંકીની હાલત તે જોઈને ભય હોવાનું જણાવી રહ્યા છે. ટાંકીમાં કેટલીયે જગ્યાઓ પર મોટા પોડાઓ ખરી પડ્યા છે. અને દાદરા પણ ઘણી જગ્યાઓ પર તટી ગયા છે. વળી ટાંકીના ઘણા ભાગોમાં તિરાડો તેની ભયનજકતાની ચાડી ખાય છે. ત્યારે પાલિકા તંત્ર આ ટાંકીની ચોકસાઈ પુર્વક સલામતીની તપાસ કરાવી જો ભયજનક જ હોય તો સત્વરે ઉતારી લેવાની અન્યથા ટાંકીને સલામત કરવાની ભય મુક્ત કરવાની કામગીરી ઝડપથી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

Previous articleકાશ્મીર અંતે કલમ ૩૭૦ની હથકડીમાંથી આઝાદ થયું છે
Next articleઈસ્કોન મંદિરે હિંડોળા દર્શન