મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવ્ર્સિટીના ઈન્ડસ્ટ્રીઝ લીન્કેજ તથા પ્લેસમેન્ટ સેલ દ્વારા આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારર્કિદી માટે કુલપતિ ડો. મહિપતસિંહ ડી. ચાવડાના અધ્યક્ષસ્થાને એક મીટીંગ આજરોજ સભાખંડમાં મળી હતી. આ મીટીંગમાં વિદ્યાર્થીઓને તેમની ભવિષ્યની કારર્કિદી માટે નોકરી અને તેની લગતી વિશિષ્ટ માહિતી પુરી પાડવાનું વિદ્યાર્થીલક્ષી કાર્ય આ યુનિવર્સિટીના આ બંને સેલની મદદથી કરવામાં આવી રહ્યું છે.
આ મિટિંગમાં કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા, કુલસચિવ કૌશિકભાઈ ભટ્ટ, શહેરના જુદા જુદા ઉદ્યોગપતિઓ અને શહેરના પ્રતિષ્ઠીત નાગરિકોએ ઉપસ્થિત રહી અભ્યાસકાર્ય પુર્ણ કરેલ વિદ્યાર્થીઓને તેમની ભવિષ્યની નોકરીલક્ષી કારકિર્દી માટે તેમજ કેવા પ્રકારના વ્યવસાલક્ષી અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને ઉપયોગી થશે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ મિટિંગમાં ભાવનગરના વિવિધ ઉદ્યોગકારો સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા, જાણીતા ઉદ્યોગપતિ અને પુર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા, વિવિધ બેન્કીંગ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રના મેનેજર સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોસિએશનના પ્રમુખ કોમ્પ્યુટર હાર્ડવેર એસોસિઅયેશના પ્રમુખ પિએટાના પ્રમુખ ભાવનગર સોલ્ટ વર્કસના ચેતનભાઈ કામદાર, વિવિધ એમ્પ્લોઈમેન્ટ એજન્સીઓના સમાહર્તાઓ વિગેરે ૩પથી વધુ વિવિધ ઔદ્યોગિક મંડળો અને ઉદ્યોગકારો તેમજ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા અને વિવિધ અભ્યાસક્રમો, વ્યવસાયલક્ષી તાલીમો વિગેરે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ. આ મિટિંગમાં ઈન્ડસ્ટ્રીઝ લીન્કેજ સેલના કો-ઓર્ડિનેટર ડો. ઈન્દ્રભાઈ ગઢવી, પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર એસ. આર. દ્વિવેદી, એમ.બી.એ. ભવનના ડો. જયભાઈ બદિયાણી તથા મીહિરભાઈ મણીયાર અને તેની ટીમએ જહેમત ઉઠાવી હતી.