આજે ચિત્રા ગાયત્રીધામ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે પુર્ણાહુતિ નિમિતે વરસાદમા પણ ભાવિકોએ કથાનોલાભ લીધો હતો કથાવાચક ગાયત્રી ઉપાસક સરોજબેન નાયી કથાનુ રસપાન કરાવી રહયા છે આજના પ્રસંગે કથામાં સુખદેવજી મહારાજ બોલ્યા હે રાજન સંપુંર્ણ ભાગવત સાંભળી તમારા આત્માનો મોહ નાશ પામ્યો હવે તમોને તક્ષકનાગ કરડે કે ના કરડે કોઇ ફરક પડતો નથી કારણ કે એ શરિરની ક્રિયા છે જન્મ અને મરણ આત્માના નહિ શરિરના થાય છે આ સાંભળી પરિક્ષિત રાજાનુ મન નિર્ભય બન્યુ છે હવે મરવાનો ડર નથી અને પરિક્ષિત રાજાએ મનને પરમાત્મામાં સ્થિર કરિ અંતરધ્યાન થયા અને તક્ષકનાગ કરડે તે પહેલા શરિર બળી ગયુ હતુ અને તક્ષક નાગ કરડે છે અને પરિક્ષિત રાજાનો મોક્ષ થાય છે આ સાથે રાજકોટમાં થનાર અશ્વમેઘ રજતજયંતિ ૨૫૧ કુંડી મહા યજ્ઞ નિમિત્તે શાંતિકુંજ હરિદ્વારથી શક્તિકળશ રથ આવેલ અને ભાવનગર શહેરમાં ચિત્રા કાળિયાબીડ ઘોઘાસર્કલ ભરતનગર અક્ષરપાર્ક દેવરાજનગર ગાયત્રિશક્તિપીઠ ઘોઘારોડ ના ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો.