શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારોનું અનેરું મહત્વ હોય છે,તેમા આદિકાળથી નગપંચમી નું વિશેષ મહત્વ હૉય ધુપ-દિપ-પૂજાપાઠ કરાતું હોય,ધર્મપ્રેમીઓમા શ્રદ્ધાની લાગણી હોય તે સ્વાભાવિક છે. ઘણાં લોકોમાં ઍવી માન્યતા હોય છે કે સાપ દુધ પીવે છે,પણ આ સાચું નથી. નાગદેવતા ક્યારેય દુધ પીતા નથી,તેમ રાજુલાના સર્પવિદ અશોકભાઈ સાંખટ જણાવેછેકે સાપને દુધ નહીં,જીવતદાન આપો. અંધશ્રદધાળૂ લોકો મંદિરે કે રાફડા ઉપર દુધ ચડાવતા જોવા મળેછે.જ્યારે કોઈની ઘરે સાપ આવી ચડે ત્યારે કરડી જશે એવી બીકથી દંડાથી મારતા હોય છે અથવા મારી નાખતા હોય છે. અશોકભાઈનુ કહેવું છેકે સાપ કરતા માણસ વધું ઝેરી હોય છે.યુગો યુગો થી સાપ પૃથ્વી ઉપર વન્યસૃષ્ટિ માં મહત્વનું સ્થાન ધરાવેછે.વિષ્ણુ ભગવાનની છૈયામાં નાગદેવતા હતાં.ઈશ્વરે રચના કરેલ આ સૃષ્ટિ ઉપર દરેકને જીવવાનો હક્ક છે. નાગપંચમીના પવિત્ર પર્વ પર સર્પો ઉપર અત્યાચાર ન કરવા જાહેર જનતા ને અશોકભાઈ સાંખટે અપીલ કરી છે.