મહિલા સશક્તિકરણ પખવાડિયાના ચૌદમાં દિવસે મહિલા શારીરિક સોષ્ઠ્વ દિવસની ઉજવણી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભાવનગર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની કચેરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રીસારથી વિદ્યા સંકુલ, ભાવનગર ખાતે યોજાઈ હતી. જેમાં સાદિકભાઈ શાળા આચાર્ય ખેર, શરદભાઈ ગોહિલ ઝોન કન્વીનર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર, રાધિકાબેન ચૌહાણ, અને હેતલબેન હરિયાણી, જિલ્લા કો-ઓર્ડીનેટર, પ્રિતીબા જાડેજા, અને કનીઝબેન કુરેશી, કાઉન્સેલર, શુભાબેન મકવાણા એડમિનિસ્ટ્રેટર, “સખી” વન સ્ટોપ સેન્ટર ભાવનગર તેમજ વૈશાલીબેન સરવૈયા કાઉન્સેલર અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ભાવનગર ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ કાર્યક્રમ અંતર્ગત સારથી વિદ્યા સંકુલના વિધાર્થીનીઓને મહિલાઓના જીવનમાં યોગના મહત્વ બાબતે માહિતી આપવામાં આવી તેમજ વિવિધ કેન્દ્ર માંથી પધારેલ કર્મચારી બહેનોને વિવિધ યોજનાઓ અને તેની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. જેમાં મહિલા શક્તિ કેન્દ્ર અને તેની કામગીરી વિષે રાધિકાબેન ચૌહાણ અને હેતલબેન હરિયાણી, જિલ્લા કો-ઓર્ડીનેટર મહિલા શક્તિ કેન્દ્ર ભાવનગર દ્વારા માહિતી આપવામાં આવી. તેમજ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વિષે માહિતી કાઉન્સેલર કનીઝબેન કુરેશી દ્વારા આપવામાં આવી, અભયમ ૧૮૧ હેલ્પલાઇન સુવિધા વિષે માહિતી વૈશાલીબેન સરવૈયા અને પ્રિતીબા જાડેજા દ્વારા આપવામાં આવી.