જુના બંદર પાસેથી ડુપ્લીેકટ તમાકુનો મસ મોટો જથ્થો મળ્યો

757
bvn252018-7.jpg

ભાવનગર શહેરના જુના બંદર ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર પાસે કોઈ અજાણ્યો શખ્સ મસમોટો ડુપ્લીકેટ તમાકુનો જથ્થો ફેંકી ગયું હતું. સ્થાનિક લોકો દ્વારા મિડીયા કર્મીઓને જાણ કરાતા પત્રકારો દોડી ગયા હતાં. પરંતુ તંત્રના કોઈ અધિકારી ત્યાં ડોકયા ન હતાં. આમ તો તમાકુ સ્વાસ્થ્ય માટે હાનીકારક જ છે. પણ એમાય ડુપ્લીકેટ તમાકુનું સેવનથી વ્યસનીક માટે વધુ ખતરારૂપ બની શકે છે. આ પરથી એ સાબીત થાય છે કે શહેરના ડુપ્લીકેટ તમાકુનું વેચાણ થાય છે. તંત્ર દ્વારા બનાવની જીણવટભરી તપાસ કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. 

Previous articleચોરાઉ સ્કુટર સાથે મોતી તળાવના શખ્સને ઝડપી લેતી એસઓજી
Next articleશહેરમાં નિકળી સ્વામીનારાયણ ગ્રંથ યાત્રા