ધંધુકા અડવાળ નાકા પાસે ચા પાણીની હોટલો અને સતત લોકોની અવર-જવર વાળા વિસ્તારમાં પાછલા બે ત્રણ મહિનાઓથી ટેલીકોમ વિભાગ દ્વારા કેબલો નાખવા માટે મોટો અને ઉડો ખાડો કરેલ છે. આટલા માસ થઈ જવા છતા ટેલિકોમ વિભાગ લાંબો સમય થવા છતા આ ખાડો બુરવા આવતુ જ નથી અને ખાડો ભયજનક બની ગયો છે. હાલ ચોમાસાના દિવસોમાં ખાડામાં પાણી ભરાઈ જવાથી લોકોને ખાડો હોવાનો અંદાજ થતો નથી. અને દરરોજ કેટલાયે લોકો ખાડામાં ખાબીકેન ઈજાગ્રસ્ત બની રહ્યા છે. ત્યારે સત્વરે ખાડો બુરવા માટે લોક માંગણી ઉઠવા પામી છે.