સ્ટેન્ડીંગ કમિટની બેઠકમાં ૧૩ મુદ્દાઓ ચર્ચા વિચારણા અને પાસ કરી દેવાયા

555

 

ભાવનગર તા. ૧૪

ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટિ બેઠક ચેરમેન  યુવરાજસિંહ ગોહિલના પ્રમુખ પદે મળેલા બેઠકમાં કમિ. ગાંધી, નાય. ગોવાણી વિગેરે હાજર રહેલ. મળેલી કમિટિ બેઠકમાં ૧૭ તુમારો અંગે ચર્ચા કરીને સર્વાનુમતે પાસ થયેલ.

બેઠકમાં રૂા. ૧૩ કરોડ ઉપરાંતના ખર્ચે સ્ટેન્ડીંગ કમિટિ માટે મીટીંગ રૂમ બનાવવા બીટુમેન પેવર રોડ બનાવવા કામની સમય મર્યાદા વધારવા, ૧૪માં નાણા પંચની ૧૧ કરોડની રકમ અંગે આઈસીડી એલ અધિ. માટે ભાડેથી વાહન પશુ નિવારણ ખર્ચ વારસદારને ઉચ્ચતર આર્થિક સહાય, દુકાનો ફાળવવાની મંજુરી દેવા વિગેરે ઠરાવો  અંગે સભ્ય્‌એ ચર્ચા કરેલ. અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડયા, અનિલ ત્રિવેદી, અલ્પેશ વોરા, કુમાર શાહ, ધીરૂભાઈ ધામેલિયા, ઉષાબેન તલરેજીયા, કિર્તિબેન દાણીધરીયા, યોગીતાબેન ત્રિવેદી, વિગેરેએ લોક પ્રશ્નો ઉઠાવી સવાલોના ઉકેલ માટે અને થતા વિલંબ મુદ્દે ચર્ચાઓ કરી હતી. શહેરના રોડ રસ્તા, મચ્છરોના ત્રાસ, ઢોરના ત્રાસ ડ્રેનેજ લાઈનો ઉભરાય રહી છે. મેન હોલો બેસી ગયા છે. કુતરાઓ ત્રાસ, વિગેરે મુદ્દે ચર્ચા થવા પામેલ. બેઠકમાં ચર્ચાને અંતે તુમારો પાસ થયા હતાં.

કમિટિ બેઠકમાં તંત્ર સામે સભ્યોએ આક્રોસથી રજૂ કરેલા વિવિધ મુદ્દાઓ

*             ફુવારા વિગેરે કામ શરૂ થઈ ગયું છે. કે કેમ કોણે જોયું વાત કરો – અભયસિંહ ચૌહાણ

*             આપણે જાતે જઈને જોવા જવું જોઈએ – યુવરાજસિંહ ગોહિલ – ચેરમેન

*             ગાર્ડન બગીચાઓની સાર સંભાળ લેવાય છે કે કેમ બગીચાઓમાં સામાન્ય માણસો જતા હોય છે. કરોડોનો ખર્ચ કરીએ છીએ લેખે લાગે તે જોવો. – રાજુભાઈ પંડયા

*             ૭૦ ફુટના રસ્તા પર, રીંગ રોડ આમા કંઈ કરવા માગીએ છીએ કે કેમ પાર્કિંગ વિગેરેની વાત કિધી આપણી કાંઈ જવાબદારી ખરી કે નહીં – અભયસિંહ ચૌહાણ

*             ચેરમેન સાહેબ બધા રોડની યાદી મારી પાસે છે – રાજુભાઈ પંડયા

*             બધા રોડની વાત કરીએ એ સારૂ ન કેવાય – યુવરાજસિંહ ગોહિલ

*             સવા મહિનો થયો રોડ તુટી ગયો છે બોલો કોણ જવાબદાર – રાજુ પંડયા

*             વડોદરા રાજકોટ જેવો વરસાદ નથી થયો નહીં તો રોડની શું દશા થાય – રાજુભાઈ પંડયા

*             આકારણી બીલો કેમ નથી મળતા સીલો મારવાની કામગીરી  કોણ કરે – અનિલ ત્રિવેદી

*             મારા વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું ફરિયાદ કરી કાંઈ નથી થયું – કિર્તીબેન દાણીધરીયા

*             ઉષાબેન તનરેજીયાએ પોતાના વોર્ડના પ્રશ્નોની ફરિયાદો કરી કામ કરવા માંગ ઉઠાવી

*             પીરછલ્લા વોર્ડમાં ગેરકાયદેસરના મકાનો થઈ જાય છે. ડમી નવ કનેકશનો રસ્તા વચ્ચે ઓટલાઓ પણ થઈ જાય છે. – યોગીતાબેન ત્રિવેદી

*             ઘોઘા સર્કલ વોર્ડની ૧૧ આંગણવાડીઓમાં પાણી પડે છે – અભયસિંહ ચૌહાણ

*             પાંચ ગામો ભળ્યા તેની આંગણવાડીઓની સ્થીતિ સારી નથી, સિદસર હિલ પાર્કની વાત કેવાય – ધીરૂભાઈ ધામેલીયા

*             કમ્પ્લીશન બાબતે અનિલ ત્રિવેદીએ ચોકકસ વિગત સાથે વાત કરી મારી પાસે રેકોડીંગ છે. આવતી બેઠકમાં રજુ કરીશ : અનિલ ત્રિવેદી

Previous articleમહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે મહિલા શારીરિક સોષ્ઠવ દિવસ ઉજવાયો
Next articleધંધુકા અડવાળ નાકા પાસે ટલિકોમ કંપનીએ ખોદેલો જોખમી ખાડો