૧૪મી ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિદિન નિમિતે આજે સાંજે ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા “મશાલ રેલી” યોજવામાં આવી હતી જેમાં ભાવનગરના પ્રભારી રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાં, સંસદ ભારતીબેન શિયાળ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનહરભાઈ મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને રાષ્ટ્રવાદી ભાવેનાવાસીઓની વિશાળ હાજરી વચ્ચે આ મશાલ રેલી ભારત માતાના જયઘોષ સાથે શહેર ભા.જ.પા. કાર્યાલયથી પ્રસ્થાન થઈ કાળાનાળા, કલેક્ટર ઓફીસ, ભીડભંજન મહાદેવ, નવાપરા થઈ શહિદ સ્મારક પહોંચી હતી જ્યાં અખંડ ભારતની કલ્પના સાથે આઝાદીની લડાઈમાં ભારત માતાના ચરણો માં પ્રાણની આહુતિ આપનારા શહીદો અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ફરી અખંડ ભારતની કામના કરી હતી.