ત્રણ વનડે મેચની સીરીજના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટઇન્ડિઝને ૬ વિકેટથી હરાવ્યું છે. આ જીતની સાથે જ ભારકે ૨-૦થી સીરીજ તેમના નામે કરી લીધી છે. ભારતની આ જીતના હીરો કેપ્ટન વિરાટ કોહલી રહ્યા. કોહલીએ ૯૯ બોલમાં ૧૧૪ રનની નાબાદ સદી ઇનિંગ્સ રમી. તેને આ ઇનિંગ્સમાં કોહલીએ ૧૪ ફોર મારી. વનડે ક્રિકેટમાં કોહલીની આ ૪૩મી સદી હતી.તેની સાથે જ વિરાટ કોહલીના નામે વનડે ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પણ નોંધાયેલો છે. કોહલી ક્રિકેટના ત્રણ ફૉરમેટને મળીને એક દાયકામાં ૨૦૦૦૦ રન બનાવનાર દુનિયાના એકમાત્ર બેટ્સમેન બની ગયા છે. કોહલી બાદ એક દાયકામાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે જેમણે ૧૮૯૬૨ રન બનાવ્યા છે. વર્તમાન સમયમાં કોહલી વન ડે ક્રિકેટમાં ૬૦.૩૧ની સરેરાશથી ૧૧૫૨૦ બનાવી ચૂક્યા છે. જ્યારે ટેસ્ટમાં તેને ૫૩.૭૬ની સરેરાશથી ૬૬૧૩ અને ટી-૨૦માં ૪૯.૩૫ની સરેરાશથી ૨૩૬૯ બની ચૂક્યા છે. આ રેકોર્ડ સિવાય કોહલી કોઇ એક દેશ વિરુદ્ધ સૌથી વધારે સદી ફટકારવાના મામલામાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. કોહલીનો વન ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ નવમી સદી હતી. કોહલીથી પહેલા સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ કારનામુ કરી ચૂક્યા છે. સચિન વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૯ સદી ફટકારી ચૂક્યા છે.