બીએમસી સ્પોર્ટસ લીગનો પ્રારંભ

727
bvn252018-6.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા પદાધિકારીઓ, નગરસેવકો, અધીકારીઓ, કર્મચારીઓ માટે બે દિવસીય સ્પોર્ટસ લીગ-ર૦૧૮નો આજથી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ  કરવામાં આવ્યો હતો. પદાધિકારીઓ- અધિકારીઓ અને કર્મચારીઓમાં રમત-ગમત તથા એકતાની ભાવના વધે તે માટે યોજવામાં આવેલી બીએમસી સ્પોર્ટસ લીગ-ર૦૧૮નું ઉદ્દઘાટન મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, ડે મેયર મનભા મોરી, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, કમિશ્નર કોઠારી સહિત ઉપસ્થિત રહ્યા હતાં. સ્પોર્ટસ લીગમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે. જેનો આવતીકાલે રવિવારે સાંજે સમાપન સમારોહ યોજવામાં આવશે.

Previous articleશહેરમાં નિકળી સ્વામીનારાયણ ગ્રંથ યાત્રા
Next articleરાહુલ મારા નેતા નથી, પ્રિયંકા રાજકારણમાં પ્રવેશે : હાર્દિક પટેલ