પીકેએલ ૨૦૧૯ઃ દીપકની સુપર-૧૦, જયપુરે પુણેને ૩૩-૨૫થી આપી માત

491

પ્રો કબડ્ડી લીગ સીઝન-૭ની ૪૨મી મેચમાં દીપક હુડ્ડાના દમ પર જયપુર પિંક પેથર્સે પુણેરી પલ્ટન સામે ૩૩-૨૫થી જીત નોંધાવી છે. આ મુકાબલે દીપક હુડ્ડાએ સુપર-૧૦ લગાવી, જેના લીધે જયપુર સ્કોરબોર્ડમાં ત્રીજા સ્થાને પહોંચી ચુકી છે.

ગુરૂવારે (૧૫ ઓગસ્ટ)ના રોજ રમાયેલી આ મેચમાં જયપુરે મેચની ત્રીજી જ મિનિટમાં લીડ બનાવી લીધી હતી. પુણેની ટીમ મેચની ૧૬મી મિનિટમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ જયપુરે ૧૩-૧૮થી લીડ બનાવી લીધી હતી. પહેલા હાફની સમાપ્તિ સુધી પુણે પાસે ૬ પોઇન્ટની બઢત હતી. આ દરમિયાન મોટાભાગનો સમય નિતિન તોમર કોર્ટથી બહાર રહ્યા હતા.

મેચના બીજા હાફમાં જયપુરે આ લીડને જાળવી રાખી હતી. ૩૧મી મિનિટે પુણે ફરી એકવાર ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે મેચની અંતિમ પાંચ મિનિટમાં પુણેએ ઝડપથી પોઇન્ટ પ્રાપ્ત કર્યા, પરંતુ આ ટીમની જીત માટે પુરતા ન હતા. જયપુર માટે કેપ્ટન દીપકના ૧૦ પોઇન્ટ ઉપરાંત વિશાલે ચાર અને પીકેએલમાં પોતાની ૫૦મી મેચ રમનાર સંદીપ ધૂલે ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. જયપુરે રેડ દ્વારા ૧૬, ટેકલ વડે ૧૩ અને ઓલઆઉટ દ્વારા ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. તો બીજી તરફ પુનેરી પલ્ટને રેડ દ્વારા ૧૬, ટેકલ દ્વારા ૮ અને એક એકસ્ટ્રા પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો જયપુરે ૬ માંથી ૫ મેચ ત્રણ મેચ જીતીને ત્રીજા, જ્યારે પુણે પલ્ટન ૭ માંથી ૫ મેચ હારીને ૧૨મા સ્થાને છે.

Previous articleવિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી :  ટીમ ઈન્ડિયાએ ૨-૦થી વન-ડે શ્રેણી જીતી
Next articleભારત રત્ન વાજપેયી ૩ વાર દેશના વડાપ્રધાન તરીકે રહ્યા