અમદાવાદ શહેરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. શહેરના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી ટ્રાફિક ઝુંબેશના ભાગરૂપે હેલ્મેટ વગરના વાહનચાલકોને મહિલા ટ્રાફિક બ્રિગેડોએ રાખડી બાંધી ગાંધીગીરી વ્યક્ત કરી હતી.
શહેરમાં લોકોને ટ્રાફિકનું ભાન આવે અને નિયમનું પાલન કરે તે માટે ૧૫ ઑગસ્ટના રોજ રક્ષાબંધન નિમિત્તે ટ્રાફિક વિભાગ દ્વારા આશ્રમ રોડ, સી. જી. રોડ, એસ.જી હાઈવે, નવરંગપુરા, નહેરૂનગર, ઈસ્કોન, સરખેજ, મણિનગર રખિયાલ અને બાપુનગર સહિતના શહેરના અનેક વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી.
આ ડ્રાઇવમાં જે લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવી રહ્યા હતા. તે લોકોને પકડી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા પોલીસે રાખી બાંધી હતી.