પોલીસ કર્મીઓના જીવન પર બિમારીનો બોજ…૩૫ ટકા બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ

491

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ફિટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સિટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બને. પોલીસ કર્મચારીઓનું જીવન પણ બીમારીનો બોજ બની બેઠેલું છે એટલુ જ નહીં પણ પોલીસના અનિયમિત નિત્યક્રમનાં કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેસરથી અનેક પોલીસ જવાનના મૃત્યું થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. કહેવાય છે કે યોગ અને કસરતથી અનેક બીમારીની સારવાર થઈ શકે છે. જેથી સતત કામમા વ્યસ્ત રહીને તણાવ ગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ કસરત કરીને પોતાનું સ્વાસ્થય અને જીવનને તંદુરસ્ત બનાવે માટે પોલીસને ટ્રેનિંગ દરમિયાન પણ યોગ અને કસરતો કરાવવામાં આવતી હોય છે.૨૪ કલાકની નોકરીના નામે પોલીસ જવાન અનિયમિત બની ગયા હોવાથી ગંભીર બીમારીનો શિકાર બને છે. તાજેતર માર્ચ ૨૦૧૮થી એપ્રિલ ૨૦૧૯ સુધીમાં પોલીસ વેલફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમિયાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. ૬૧૪૭ જેટલા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ થયું છે. ૩૯૧૭ જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા. ૭૦૩ પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર, ૧૧૫૫ પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાય છે.

વિગત વાર વાત કરીએ તો વર્ષ ૨૦૧૮ માર્ચથી એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ૬૧૪૭ જેટલા પોલીસ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ થયા છે. જે પૈકી ૭૦૩ વ્યસનના કારણે બીમાર છે, ૭૭૫ જવાન હાઇપર ટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે,

૩૮૦ પોલીસકર્મીઓ ડાયાબીટીસ સાથે જીવી રહ્યા છે. ત્યારે ૨૪૯ પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ છે.

Previous articleરક્ષાબંધનના દિવસે ૬ મહિલા સહિત જુગાર રમતા ૩૭ ઝડપાયા
Next articleબાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાઈ, બેનાં મોત